અનેકવાર રજૂઆત છતાં તંત્ર બેધ્યાન: તાજેતરમાં પુલ નીચે કાર ખાબકી, જો કે સદનસીબે જાનહાની ટળી
કેશોદના ખમીદાણા નજીક રેલીંગ વગરના પુલ નીચે કાર ખાબકી સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. વારંવાર અકસ્માતો સર્જાય છે જે અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે છતાં તંત્ર ધ્યાન દેતુ નથી. કેશોદ તાલુકાના ખમીદાણા ગામથી દિવરાણાધાર તરફ જતા રસ્તે ડબલ ગોળાઈવાળો રેલીંગ વગરનો પુલ આવેલ છે. જયાં અનેક વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા છે.
જયાં પુલ નીચેથી કાર ઉતરી જતાં કારમાં નુકશાની થઈ છે. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી પણ આ ડબલ ગોળાઈવાળો રેલીંગ વગરનો પુલ હોય જેથી વારંવાર વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને છે. રોડની બન્ને સાઈડ ગાંડા બાવળનો ઉપદ્રવ વધુ હોય જે બાબતે ગ્રામ પંચાયત દ્વારા તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવેલ નથી. હજુ વધુ વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને તે પહેલા ડબલ ગોળાઈવાળો રેલીંગ વગરનો પુલ છે ત્યાં પણ ગરનાળાવાળો સીધો પુલ બનાવી પુલ ઉપર રેલીંગ કરવામાં આવે અને રોડની બન્ને બાજુ બાવળોનું કટીંગ કરવામાં આવે તેવી લોકો માંગણી કરી રહ્યાં છે.