વનવાસ અને યુદ્ધમાં રાવણના મૃત્યુ પછી 14 વર્ષે અયોધ્યાના રાજા રામ પોતાની પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે અયોધ્યા પરત ફર્યા તેની ખુશીમાં પણ દિવાળી ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અંધકારભર્યા માર્ગમા પ્રકાશ પાથરવા માટે અયોધ્યાના લોકોએ ઘીના દીવા કર્યા હતા. અને ફટાકડા ફોડી અયોધ્યાના રાજા રામનું સ્વાગત કરવામાં આવ્યું હતું.ત્યારથી જ લોકો દિવાળીમાં ફટાકડા ફોડે છે…અને અલગ અલગ દેશોમાં દિવાળીમાં રોશની જોવા પણ લોકો જાઈ છે…
નાના બાળકોથી લઈને મોટા સુધીના બધા જ લોકો દિવાળીના દિવસે ફટાકડા ફોડે છે…
દિવાળીમાં ઘણી જ્ગ્યા પર દિવડા દ્વારા રોશની કરવામાં આવે છે અને તે ખૂબ જ આકર્ષક લાગે છે