જામનગરના સ્વામીનારાયણનગર-૧માંથી એલસીબીએ જુગારધામ પકડી પાડયું છે ત્યાં જુગાર રમતા પાંચ મહિલા સહિત સાત વ્યક્તિ ઝડપાયા છે તે ઉપરાંત આરઆર સેલે ચાર શખ્સોને તીનપત્તી રમતા પકડવામાં આવ્યા છે. જુગારના કુલ ચાર દરોડામાં રૃા.૯૫ હજારનો મુદ્દામાલ ઝબ્બે થયો છે, એક શખ્સ નાસી ગયો છે.

જામનગરના નાગના નાકા વિસ્તારમાં આવેલા સ્વામીનારાયણ-૧માં એક મકાનમાં ગઈકાલે સાંજે જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી મળતા એલસીબીનો કાફલો ત્યાં આવેલા ટીનાબેન મુકેશભાઈ વિપ્રના મકાનમાં ત્રાટક્યો હતો.

આ સ્ળે ટીનાબેનને નાલ આપી ગંજીપાના કૂટી રહેલા મીનાબેન બિપીનભાઈ શેઠ, સોનલબેન નિલેશભાઈ સાગઠિયા, રેખાબેન મનજીભાઈ, શિતલબેન સંદીપભાઈ કાનાણી, સંદીપભાઈ દિલીપભાઈ કાનાણી તા સામતભાઈ પાલાભાઈ આંબલિયા નામના છ વ્યક્તિઓ મળી આવ્યા હતા. એલસીબીએ પટમાંથી રૃા.૪૦૧૦૦ રોકડા અને એક મોટરસાયકલ કબજે કરી સાતેય વ્યક્તિઓ સામે સિટી-બી ડિવિઝનમાં જુગારધારાની કલમ-૪, પ હેઠળ ગુન્હો નોંધાવ્યો છે.

જામનગરના ઈદ મસ્જીદ રોડ પરી ગઈકાલે બપોરે ફિરોઝ મુસા ભાયા, અબ્બાસ હારૃન સાયચા, અનવર ઉમર બ્લોચ તથા હુસેન ઈલિયાશ કમોરા નામના ચાર શખ્સોને જાહેરમાં તીનપત્તી રમતા રાજકોટ રેન્જના આઈજીની આરઆર સેલના હે.કો. સુરેન્દ્રસિંહ તથા રામદેવસિંહ ઝાલાએ પકડી પાડી પટમાંથી રૃા.૧૨૩૫૦ રોકડા કબજે કર્યા છે.

જામનગરના ખોડિયાર કોલોની નજીક આવેલા યાદવનગરમાંથી ગઈકાલે બપોરે એલસીબીએ હાજી જુમા ખફી, હબીબ ઓસમાણ મેકાણી નામના બે શખ્સોને ગંજીપાના કૂટતા પકડી પાડયા છે. જ્યારે હાસમ પૂંજા ખફી નામનો શખ્સ નાસી ગયો છે. એલસીબીએ રૃા.૧૨૮૦ રોકડા કબજે કરી સિટી-સી ડિવિઝનમાં ગુન્હો નોંધાવ્યો છે.

જામજોધપુર તાલુકાના રબારીકા ગામમાં આવેલી કોઠાવાળી શેરીમાં ગઈકાલે સાંજે જામજોધપુર પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડી રાયશી લખમણભાઈ કરમુર, દેવાણંદ વીરાભાઈ કરમુર, રમેશભાઈ કેશુરભાઈ રાઠોડ, લખુભાઈ વીરાભાઈ ડાંગર, નારણભાઈ વીરાભાઈ ડાંગર, ખીમાભાઈ નુભાઈ ચાવડા, બાબભાઈ પબાભાઈ કરમુર, કરશનભાઈ કારાભાઈ કરંગિયા નામના આઠ શખ્સોને ગંજીપાના વડે જુગાર રમતા પકડી પાડયા હતા. પટમાંથી રૃા.પપ૦૦ કબજે લેવાયા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.