જામનગરના એક વેપારીએ પાંચ વર્ષમાં જુદા જુદા છ આસામીઓ પાસેથી.નવેક લાખની રકમ વ્યાજે લઈ મુદ્દલ કરતા અઢી ગણું વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં તે વેપારી પાસેથી વધુ વ્યાજ પડાવવા ત્રાસ અપાતો હોવાની અને એક વ્યાજખોરે તલવાર સાથે ધસી આવી તે વેપારીની દુકાન-મકાન લખાવી લીધાની પોલીસમાં ફરિયાદ નોંધાવાતા ચકચાર જાગી છે. વધુ એક વખત જામનગરમાં વ્યાજખોરોએ માું ઉંચક્યું હોવાનું ચિત્ર સ્પષ્ટ થયું છે.
જામનગરના ગાંધીનગર નજીકના મોમાઈનગર વિસ્તારની શેરી નં.૪માં રહેતા મૂળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તુસડી ગામના વતની ઉમેશભાઈ નટવરલાલ મહેતાએ જામનગરમાં વેપાર-ધંધો શરૃ કરવા માટે તજવીજ કરી હતી તે દરમ્યાન ઉમેશભાઈને વ્યાજે પૈસાની જરૃર પડતા તેઓએ મહાવીરસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ સોઢા, કિશોરસિંહ પરમાર, ધર્મેન્દ્રસિંહ કે. પઢિયાર, હસમુખભાઈ કવા તથા પૂનમબા જાડેજા નામના પાંચ આસામીઓ પાસેથી અનુક્રમે રૃા.૧ લાખ ૩૦ હજાર, રૃા.સાડા ચાર લાખ, રૃા.૧ લાખ, રૃા.પ૦ હજાર તથા રૃા.૧ લાખની રકમ વ્યાજે લીધી હતી.
ઉપરોક્ત આરોપીઓ પાસેથી પૈસા મેળવ્યા પછી ઉમેશભાઈએ ડેરી આઈટમનો વ્યવસાય શરૃ કરી ઉપરોક્ત વ્યક્તિઓને વ્યાજ આપવાનું શરૃ કર્યું હતું તેઓએ મહાવીરસિંહ ઝાલાને રૃા.૧ લાખ ૩૦ હજારના મુદ્દલ સામે પાંચ વર્ષમાં રૃા.૪,૩૫,૫૦૦ ચૂકવ્યા હતા.
જ્યારે મહેન્દ્રસિંહ સોઢાને રૃા.સાડા ચાર લાખના મુદ્દલ સામે પાંચ વર્ષમાં રૃા.૯,૭૬,૦૦૦, કિશોરસિંહ પરમારને રૃા.૧ લાખના મુદ્દલ સામે રૃા.૬ લાખ, ધર્મેન્દ્રસિંહ પઢિયારને રૃા.૫૦ હજારના મુદ્દલ સામે સાત મહિનામાં રૃા.૩૦ હજાર તા પૂનમબાને રૃા.૧ લાખના મુદ્દલ સામે દોેઢ વર્ષમાં રૃા.૯૦ હજાર વ્યાજ પેટે ચૂકવ્યા હતા. જ્યારે છઠ્ઠા વ્યક્તિ પાસેથી શોરસિંહ રાઠોડ પાસેથી લીધેલા રૃા.૫૦ હજારનું દસ મહિનામાં રૃા.રપ હજાર વ્યાજ ચૂકવ્યું હતું. આમ, આ વેપારીએ રૃા.નવેક લાખ જેવી રકમ છેલ્લા પાંચ વર્ષમાં વ્યાજે લીધા પછી અંદાજે રૃા.રર લાખ ચૂકવ્યા હોવા છતાં તેઓને પરેશાન કરવામાં આવતા હતા.
ઉપરોક્ત વ્યક્તિઓ અવારનવાર ઉમેશભાઈની દુકાને આવી વ્યાજની વસૂલી માટે ગાળો ભાંડી, જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા જેમાંના આરોપી મહેન્દ્રસિંહ સોઢાએ ખૂલી તલવાર સાથે ધસી આવી પોતાની રકમનું વ્યાજ બળજબરીથી વસૂલવા ઉમેશભાઈની દુકાન તથા મકાનનું લખાણ કરાવી લીધું હતું. ઉપરોક્ત ત્રાસી વાજ આવી ગયેલા ઉમેશભાઈએ ગઈકાલે સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૩૮૫, ૫૦૬ (ર), ૫૦૪, ૧૧૪ તેમજ મનીલેન્ડ એક્ટની કલમ ૫, ૩૩ હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૃ કરી છે.