શાહ ઓર્થોપેડિક હોસ્પિટલ અને પોલીસ એસઆરપીના સહયોગથી
બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ તથા શાહ ઓર્થોપેડીક હોસ્પિટલ અને રાજકોટ પોલીસ અને એસઆરપી રાજકોટ દ્વારા વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ–કેમ્પ કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવેલ હતું. પધારેલ મહાનુભાવો તથા એસઆરપીના જવાનો તેમજ મહેમાનોનું સ્વાગત કરતા સંસ્થાના ટ્રસ્ટી જયેશ ઉપાધ્યાયે જણાવેલ કે પહેલા એવી માન્યતા હતી કે દર્દી દેવો ભવ જયારે આજે જમાનો આગળ વધી ગયો હોય પાણી પહેલા પાળ બાંધવી એ સૌથી અગત્યની બાબત બનતી જાય છે.
તે હેતુથી હેલ્થ ચેકઅપ પ્રોજેકટ આયોજન કરવામાં આવેલ હતું. ત્યારબાદ શાહ હોસ્પિટલવતી ડો.ડી.કે.શાહે આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલ એસ.આર.પી.ના એસ.પી.બલરામ મીણાનું શાલ ઓઢાડી તથા શ્રીયંત્ર આપી સ્વાગત કરેલ. આ પ્રસંગે ડો.શ્રીમાંકર, ડો.મોણપરા, બારડ, ગોઢાણીયા, રામભાઈ તથા વિનોદભાઈ ગોસલીયા, સુરેશભાઈ પટેલ સહિતના મહાનુભાવો હાજર રહેલ. આગામી તા.૨૪/૧૦ને રાત્રે ૮ થી ૧૦ સુધી શરદોત્સવ કાર્યક્રમ જેમાં દાંડીયારાસ, આરતી અને દાંડીયા ડેકોરેશન સ્પર્ધા તથા દુધ–પૌવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.