જરૂરિયાતમંદોને જુદી જુદી વસ્તુઓ આપવા સુખી સંપન્ન લોકોને અપીલ કરતા મેયર બીનાબેન આચાર્ય અને શીશુ કલ્યાણ સમિતિ ચેરમેન રૂપાબેન શીલુ
મહાનગરપાલિકા દ્વારા શહેરના સ્લમ વિસ્તારના લોકોના હિત અને સુખાકારી માટે વિવિધ પ્રવુતિઓ હાથ ધરવામાં આવતી હોય છે. સ્લમ વિસ્તારમાં રહેતા આપણા બાંધવોને પણ સમાજના મુખ્ય પ્રવાહમાં સામેલ કરી તેઓના આત્મસન્માનમાં વૃદ્ધિ કરવા તેમજ આવા વિસ્તારોમાં રહેતા બાળકોના ચહેરા પર સ્મિત પ્રગટાવવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જન ભાગીદારીથી સક્ષમ રાજકોટ પ્રોજેકટ હેઠળ સંવેદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
આ કાર્યક્રમ હેઠળ શહેરના સુખી સંપન્ન લોકો દ્વારા વસ્ત્રો, ફટાકડા, ધાબરા, ગરમ વસ્ત્રો, રમકડા, દીવા, વિદ્યાર્થી માટે સ્ટેશનરી, સ્કૂલ બેગ, પુસ્તકો, નોટબૂક, ચોપડા, ડ્રોઈંગસીટ, કલર, વિગેરે જૂની અવા નવી વસ્તુઓ આપવા અપિલ કરવામાં આવે છે.વિશેષમાં દિવાળીના તહેવાર અનુંસધાને ઘરની સાફસફાઈ વખતે સુખી સંપન્ન લોકોના ઘરોમાં બિન ઉપયોગી વસ્તુઓ ફેકી દેવામાં આવતી હોય છે અવા તો ભંગારમાં આપી દેવામાં આવતી હોય છે. પરિવારમાં બાળકો મોટા થઇ ગયા બાદ બિન ઉપયોગી રમકડાઓ હોય છે.
ત્યારે આવી જુદી જુદી વસ્તુઓ સ્લમ વિસ્તારના બાળકોને આપવામાં આવે તો આવા બાળકો ખુબજ રાજી તા હોય છે. જેથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંવેદના કાર્યક્રમ હેઠળ જુદી જુદી નવી તથા જૂની વસ્તુઓ તા.૨૫/૧૦ થી ૦૧/૧૧ સુધી નીચે જણાવેલ સ્ળોએ એકત્રિતકરણ કરવાનું આયોજન કરેલ છે.
સેન્ટ્રલ ઝોન સિવિક સેન્ટરમાં ડી.આર.આગરીયા મો.નં.૯૬૨૪૭૧૮૫૧૯,આર્ટ ગેલેરી રેસકોર્ષમાં રવિ જોષી – ૯૮૭૯૫૭૨૧૭૭, અમીનમાર્ગ સિવિક સેન્ટરમાં આર.એ.મુનિયા -૯૬૨૪૭૧૮૫૧૫, કૃષ્ણનગર સિવિક સેન્ટરમાં જીજ્ઞાસા રાવલ – ૯૭૧૪૮૮૧૨૮૩, કાલાવડ રોડ સ્વિમિંગ પુલમાં ધવલ કાલરીયા – ૯૯૨૪૬૪૨૧૯૬, પેડક રોડ સ્વિમિંગ પુલમાં ટી.બી.જાંબુકીયા – ૯૬૨૪૭૧૮૯૦૦, કોઠારીયા રોડ સ્વિમિંગ પુલમાં જે.એલ.વ્યાસ – ૯૬૨૪૭૧૮૫૧૬ દાતાઓનાં (ટેલીફોનીક) સંપર્કી વસ્તુઓ એકત્રીકરણ ની કામગીરી માટે એન.આર. કાડ- ૦૨૮૧ -૨૨૨૧૬૩૯, ૯૬૨૪૭૧૮૫૨૦ છે.
વિશેષમાં ૫૦ નંગી વધારે કપડા, રમકડા, મીઠાઈ, દીવા તથા આનુસંગિક સાધન સામગ્રી આપવા ઈચ્છા ધરાવતા શહેરીજનો, સંસ્થાઓ પાસેથી વસ્તુઓનું એકત્રીકરણ મહાનગરપાલિકા દ્રારા તેઓ દ્રારા સૂચિત થયેલ સ્થળેથી કરવામાં આવશે.
આ માટે મહાનગરપાલિકાનાં ટેલીફોન નંબર ૦૨૮૧ ૨૨૨૧૬૩૯ તથા મોબાઈલ નંબર ૯૬૨૪૭૧૮૫૨૦ ઉપર સંપર્ક કરવાનો રહેશે.એકત્રિત થયેલી અને વર્ગીકૃત થયેલ તમામ વસ્તુઓ જરૂરિયાતમંદો સુધી સ્વૈચ્છિક સંસઓ મારફત તા.૦૨/૧૧ થી તા.૦૪/૧૧ દરમ્યાન શહેરના પછાત વિસ્તારોમાં વિતરણ કરવામાં આવશે.