યુવા વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહોદયના સાનિધ્યમાં તથા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે વીવાયઓ રોડની નામકરણ તકતીનું કરાયુ અનાવરણ

મહાનગરપાલિકાએ શ્રીનાથધામ હવેલી સામે, સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે, મવડી તરફ જતા રોડને ‘વીવાયઓ’ રોડ નામ મંજુર કર્યું છે. જેના અનુસંધાને વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા ‘વીવાયઓ રોડ’ નામકરણ તકતીની અનાવરણવિધિ યોજાઈ હતી. આ કાર્યક્રમ યુવા વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહોદયના સાનિધ્યમાં તેમજ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે યોજાયો હતો.

vlcsnap 2017 05 02 09h39m02s161આ પ્રસંગે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, કોર્પોરેશનને આ નામકરણવિધિના નિર્ણય અને અમલવારી માટે અભિનંદન આપું છું. પ્રભુના નામથી કોઈ રસ્તાનું નામ જોડાય તેનાથી વિશેષ શું હોય શકે. ભગવાનના નામમાં અલગ જ ચેતના અને શકિત હોય છે. જે ધર્મમાં ધર્મચારીઓ પ્રચાર માટે નિકળ્યા તે ધર્મ જીવંત રહ્યો અને જે ન નિકળા તે ધર્મ ધીરે ધીરે ક્ષીણ થતો ગયો.

જેજેએ યુવાનની સરસ વ્યાખ્યા આપી છે કે જો ૨૦ વર્ષનો યુવાન બપોરે ૧૨ વાગ્યા સુધી સુઈ રહે તો એ યુવાન નથી અને જો વાત કરીએ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે ૬૯ વર્ષની ઉંમરે પણ ૪ કલાક સુઈને સતત કામ કરે છે તે વૃદ્ધા નથી યુવાન જ છે. હું ખુબ ભાગ્યશાળી છું કે મને નરેન્દ્રભાઈ સાથે કામ કરવાનો મોકો મળ્યો છે અને ૧૯૭૫થી સાથે કામ કરી રહ્યા છીએ. ધર્માચાર્યનું સાચુ લક્ષ્ય એ જ છે કે તે પોતે પણ જાગે અને સમાજને પણ જગાડે. રાજય સરકાર અને કેન્દ્ર સરકારે પણ યુવાનો માટે ખુબ મહત્વ વલણ દાખવ્યું છે. સ્ટેન્ડ અપ ઈન્ડિયા, મેક ઈન ઈન્ડિયા, સ્ટાર્ટઅપ ઈન્ડિયા, સ્કીલ ઈન્ડિયા અને ન્યુ ઈન્ડિયા આ બધુ જ નરેન્દ્રભાઈએ ભારતની વસ્તીમાં જે ૬૫ ટકા યુવાનની વસ્તી છે.તેમના ભરોસે અને તેમના આધારે કર્યું છે. આ યોજનાઓ કોઈ ૮૦ વર્ષના વડીલો માટે નહી પણ ભારતની યુવાપેઢી માટે છે.

vlcsnap 2017 05 02 09h39m58s213સ્કીલ ઈન્ડિયા હેઠળ જેનામાં વિશેષ આવડત છે તે માણસ અન્ય કરતા અલગ તરી આવશે અને તેને રોજગાર મેળવવામાં કોઇ તકલીફ નહી પડે. ૧૫મી ઓગસ્ટે લાલકિલ્લા પરથી કોઈ વડાપ્રધાન શૌચાલયની વાતો ના જ કરે પણ સમાજની સમસ્યાને સમજીને વડાપ્રધાને આ વાત કરી અને મેં પોતે પણ આ વાતને વ્યકિતગત રીતે લીધી. ત્યારબાદ તમામ યુનિ.ના કુલપતિઓને બોલાવીને મેં કહ્યું કે દરેક પોત-પોતાના વિસ્તારની અંદર ૫ થી ૧૦ હજાર વિદ્યાર્થીઓને ગામડે મોકલે અને આ અંગે માર્ગદર્શન આપે. રાજય સરકારની ૧૨ હજાર ‚પિયામાં શૌચાલય બનાવાની યોજના છે. જે અંતર્ગત ગુજરાતના ૫૦ હજાર યુવાનોએ ગામડામાં જઈને ૨ થી ૨.૫૦ લાખ શૌચાલયો બનાવવામાં મદદ‚પ થયા ભારતનું સદભાગ્ય છે કે બધી જ ધાર્મિક સંસ્થાઓ અલગ અલગ રીતે માટે સમાજ કલ્યાણના કામો કરે છે. ભાજપ માટે પણ રાજકોટ એક રાજધાની છે અને આખી મારી ટીમ સમાજને સમર્પીત ટીમ છે. અને મેળવવા કરતા આપવામાં માનનારી મારી ટીમ છે. ધાર્મિક કાર્યક્રમોમાં સરકાર અને કોર્પોરેશન દ્વારા હંમેશા લોકોને સહકાર મળે છે. મુસ્લિમ સમાજ માટે પણ અમે હંમેશા આગળ છીએ.

vlcsnap 2017 05 02 09h39m35s229વડાપ્રધાને જનધન યોજના, ગરીબો માટે પ્રધાન મંત્રી, અકસ્માત યોજના પ્રધાનમંત્રી યુવા યોજના આ બધી યોજનાથી લોકોનાં હિતમાં પગલા લીધા છે. ધર્મગૂ‚ની તો વાત જ અલગ છે. તે જયા જાય છે. તે આખા જીલ્લામાં જાણે એક ઉર્જાનો સંચાર થાય છે. બાથ‚મ લપસવા માટે સાવ સહેલી જગ્યા છે. પોલીટીકસ પણ બાથ‚મ જેવું જ છે. વિજયભાઈ એ અમને સૂત્ર આપ્યું છે. કે કોઈપણ ભોગે પારદર્શકતા અને એટલા માટે જ ૨૦૧૭માં પણ ભાજપનો વિજય થશે.ભાજપની સરકારમાં માળખાકીય સુવિધાને ખૂબ પ્રાધાન્ય આપ્યું છે. ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં વિકાસ પણ ન થયો અને સમસ્યાનો પણ થીગડા મારવામાં આવ્યા હતા. નરેન્દ્રભાઈએ ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારથી જ રસ્તા પાણી આરોગ્ય શિક્ષણ, વિજળી આ બધી સમસ્યાના કામોમાં કાયમી ઉકેલ આવ્યો છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.