‘શ્રી દેવી: કવીન ઓફ હાર્ટસ’ પુસ્તકમાં ‘ચાંદની’ની કેટલીક રસપ્રદ વાતો બોલીવુડમાં ચર્ચાનો વિષય બની
‘શ્રીદેવી: કવીન ઓફ હાર્ટસ’ નામના પુસ્તકમાં શ્રીદેવીએ કેટલીક મહત્વની વાતો કહી છે. તેણે જણાવ્યું હતું કે, તે એ વાતથી જરાય ખુશ ન હતી કે હિન્દી સિનેમામાં તેની પહેલી હિટ ફિલ્મ હિમ્મતવાલા હતી. ફિલ્મ હિમ્મતવાલાથી ભલે શ્રીદેવી રાતોરાત એક લોકપ્રિય એકટ્રેસ બની પરંતુ શ્રીદેવી ખુદ તેને હિમ્મતવાલાની સફળતા ‘બેડલક’ લાગતી એક નવા પુસ્તક ‘શ્રીદેવી: કવીન ઓફ હાર્ટસ’માં વર્ષ ૧૯૮૭માં શ્રીદેવીના એક ઈન્ટરવ્યુને આ પુસ્તકમાં સમાવવામાં આવ્યો છે અને તેણે કહ્યું છે કે તે આ વાતે ખુશ ન હતી કે હિન્દી સિનેમામાં તેની પહેલી હિટ ફિલ્મ હિમ્મતવાલા હતી.
‘શ્રીદેવી: કવીન ઓફ હાર્ટસ’ પત્રકાર તેમજ લેખિકા લલિતા અય્યરે લખી છે. આ પુસ્તક ‘ચાંદની’એ જણાવ્યું છે કે, તમિલ ફિલ્મોમાં મને સ્વાભાવિક એકટીંગ કરતા લોકોએ જોઈએ જયારે બોલીવુડના દર્શકોને મારો ગ્લેમર લુક પસંદ હતો મારી કમનસીબી એ છેકે બોલીવુડમાં મારી પહેલી હિટ કર્મશીયલ હતી. તેમણે કહ્યું કે, જયારે મેં ‘સદમા’માં એક ચરિત્ર ભૂમિકા નિભાવી હતી તો તે સફળ ન રહી માટે લોકોએ મને માત્ર ગ્લેમર ભુમિકામાં લેવાનું શ‚ કર્યું પરંતુ હું એક દિવસ સાબિત કરી દઈશ કે હું સારો અભિનય પણ કરી શકુ છું.
ઉલ્લેખનીય છે કે, શ્રીદેવીનું ફેબ્રુઆરી ૨૦૧૮માં જ દુબઈમાં મૃત્યુ થયું હિમ્મતવાલાની ૩૫મી એનીવર્સરીએ શ્રીદેવીની આવી કેટલીક વાતોએ ચર્ચા જગાવી છે. શ્રીદેવીએ લમ્હા નગીના, મિ.ઈન્ડીયા, ચાલબાઝ અને ચાંદની તેમજ ૨૦૧૭માં રિલિઝ થયેલી તેની છેલ્લી ફિલ્મ ‘મોમ’માં મહત્વની ભૂમિકાઓ ભજવી છે. તેને રાષ્ટ્રીય પુરસ્કારથી પણ નવાજવામાં આવી હતી.