સુરતના બાળ કલાકાર અંકિત ખેનની રાસ ગરબાની રમઝટ બોલાવશે
સ્વામિનારાયણ મુખ્ય મંદિર, ભુપેન્દ્ર રોડ, ખાતે આજે રાત્રીનાં ૯.૩૦ થી ૧૨ કલાક સુધી મંદિરના વિશાળ ચોગાનમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંત કોઠારી સ્વામી હરિચરણદાસજી સ્વામીના અધ્યક્ષ પદે શરદ પૂર્ણિમા મહોત્સવ ખૂબજ આનંદ ઉમંગ અને રાસનીરમઝટ સાથે ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવાશે.
શરદપૂર્ણિમા મહોત્સવમાં ભગવાનના ૪ થાળ તથા ભગવાનની ૪ આરતી ઉતારવામાં આવે છે. પંચાળામાં શ્રીજી મારાજ રસીયો રાસ રમે પંચાળારનો આ રાસ દરેક મંદિરમાં શરદ પૂર્ણિમાના મહોત્સવમાં ખાસ રમાય છે.
ગુજરાતના સુરતના ખ્યાતનામ બાળ કલાકાર અને તેજસ્વી તારલા જેવા ગાયક ચિરંજીવી અંકિત ખેની સાથે ગુજરાતનું ખ્યાતનામ મંડળ દેવઉત્સવ મંડળ રાજકોટ બંને સાથે મળીરાસ અને કિર્તનોની રમઝય બોલાવશે.
રાજકોટ મંદિરના મહંત સ્વામી શાસ્ત્રી રાધારમણદાસજી સ્વામી શરદ પૂર્ણિમા મહોત્સવ અને અક્ષરધામની પ્રાપ્તી વિશે દ્રષ્ટાંતો સાથે પ્રવચન આપશે.
પ્રસંગ પૂર્ણ થયે દુધપૌવા ના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. આ ધાર્મિક પ્રસંગે હરિચરણદાસજી સ્વામી રાજકોટ તથા મૂનિવત્સલદાસજી સ્વામી કોઠારી બાલાજી હનુમાનજી મંદિર તથા પાર્ષદ કાંતિ ભગત પૂર્વ કોઠારી બાલાજી હનુમાનજી મંદિર રાજકોટ તેમજ પૂ. કોઠારી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી તથા વાસુદેવસ્વામી, પૂ. જે.પી. સ્વામી આદિ સંતો ખાસ ઉપસ્થિત રહી દર્શન, પ્રવચન અને આર્શિવાદનો અલભ્ય લાભ આપશે. સભાનું સંચાલન સેવાભાવી પ્રમુખ જીતુભાઈ રાધનપુરા અને આભારદર્શન મંત્રી ભરતભાઈ અંબાસણા કરશે. સૌ હરિભકતોને આ પ્રસંગનો લાભ લેવા અનુરોધ કરાયો છે.