દુધ પૌઆ પ્રસાદ સત્સંગ સંકિર્તન સહિતના વિવિધ કાર્યક્રમો
સ્વામીનારાયણ ગુરુકુલ રાજકોટને આંગણે તા. ર૪ ને બુધવારે રાત્રે ૯ કલાકથી શરદોત્સવનો ભવ્ય અને દિવ્ય ઉત્સવ પૂ. સદગુરુ દેવકૃષ્ણદાસજી સ્વામીની નિશ્રામાં ઉજવાશે આ પ્રસંગે રાજકોટ શહેરના અગ્રગણ્ય મહાનુભાવો ઉ૫સ્થિત રહી કાર્યક્રમને દીપાવશે.
શરદ પુનમની રઢિયાળો રાત્રે શીતળ- સૌમ્ય ચાંદનીમાં યમુના તટે પુરુષોતમ શ્રીકૃષ્ણ ભગવાને ગોપીઓ સાતુયહે રાસલીલા કરી હતી. તો ઉત્સવપ્રિય ભગવાનશ્રી સ્વામીનારાયણ પંચાળા ગામની પાવન ભૂમિમાં જુદા જુદા સ્વરુપો ધારણ કરી દરેક સંતો સાથે રાસ રમ્યા હતા. સ્વામીનારાયણ ભગવાનની સર્વોપરિતાની ઓળખાણ અગણિત આત્માઓને કરાવનાર અક્ષરમૂર્તિ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીનો જન્મ પણ શરદપૂર્તિમાના દિવસે જ થયો હતો.
ગુરુકુલ રાજકોટમાં આ શરદોત્સવ ખુબ જ ધામ-ધુમથી વિવિધ એક એકથી ચઢીયાતા કાર્યક્રમ દ્વારા ઉજવવામાં આવશે. આ શરદોત્સવમાં થ્રીડી એલઇડી મેપીંગ સ્ટેજ ની રચના કરવામાં આવશે. વિવિધ રાસ મંડળી રાસની રમઝટ બોલાવી સૌના હૈયાને નચાવશે. સાથોસાથ મહાઆરતીના દર્શનનો લાભ ભકતો લેશે.
આ શરદોત્સવનો લાભ લેવા બાલુભગત તથા નિલકંઠભગતની દ્વારા જણાવાયું છે.