ખુલ્લેઆમ થઈ રહેલું બાંધકામ તોડી પાડવા રહેવાસીની રજૂઆત
કોઠારીયાના સર્વે નં. ૮૮ અને ૮૯ પાસે સરકારી ખરાબાની જમીન આવેલી છે.
આ જમીન બિન ખેતી કરાવનાર ચંદુભાઈ ઘુસાભાઈ બોદર નામના આસામીએ માલીકી હકની જમીન ઉપરાંતની સરકારી ખરાબાની જમીનમા કબજો જમાવી દીધો હતો બાદમાં આ જગ્યા તેમને તાજેતરમાં જ કિશોરભાઈ ડાભી, રાહુલ પટેલ, અને જગદીશ આહિરને વેચી મારી હતી.
જેથી જમીન માફીયા કિશોરભાઈ ડાભી, રાહુલ પટેલએ સરકારી અધિકારીઓ સાથે મળીને હરિ દર્શન કોમ્પલેક્ષની બાજુમાં આ સરકારી ખરાબાની જમીન પર હરી દર્શન રેસ્ટોરન્ટ અને ગેલેકસી પાન ના નામે હોટલો અને દુકાનો બનાવી લીધેલ છે. જયારે જગદીશભાઈ આહિર નામના વ્યકિતએ ડિલકસ પાન, પ્રણામ હેર આટ, દાસારામ ફરસાણ, વૃંદાવન પાન પાલર, જયારે સર્વે ૮૯માં જમીન માફીયા કિશોરભાઈ ડાભી દ્વારા ઉભુ કરેલ હરિ દર્શન મેગા મોલની બાજુમાં પણ સરકારી ખરાબીની પડતર જમીન પર ગેરકાયદેસર કબ્જો જમાવી બાંધકામ હાલ કરી રહ્યો છે.
આ સરકારી ખરાબાની જમીન વોર્ડ નં.૧૮ કોઠારીયા મેન રોડ ને લાગુ પડતી હોય જેથી આ લાખો રૂપીયાની સરકારી જમીન પર ખૂલ્લેઆમ થયેલા આ ગેરકાયદેસર દબાણમાં ફરી આપની કચેરીના વોર્ડ નં.૧૮ના અધિકારીઓ પણ સંડોવાયેલા હોય છે. ત્યારે આ ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડીને આ સરકારી જમીન ખૂલ્લી કરવા તથા આભૂમીની સામે સાથે મળેલા મળતીયાઓ સામે પણ કડક કાર્યવાહી કરવા રહેવાસી હિતેશકુમાર રાઠોડે કમિશ્નરને લેખીત રજૂઆત કરી છે.