બીએપીએસ મંદિરે ‘સુખનું સાચું સરનામુ’ વિષય પર મોચી સમાજ પ્રેરણા સમારોહ સંપન્ન
પૂ. પ્રમુખસ્વામી મહારાજના ૯૮મા જન્મજયંતી મહોત્સવઉપક્રમે પૂ. મહંતસ્વામી મહારાજના આશીર્વાદથી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર દ્વારા પ્રમુખસ્વામી સભાગૃહ ખાતે શહેરના મોચી સમાજ માટે સમસ્ત મોચી સમાજ પ્રેરણા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટ મંદિરના સંત નિર્દેશક પૂ. અપૂર્વમુનિ સ્વામીએ સુખનું સાચું સરનામું વિષય પર પ્રેરક વક્તવ્યનો લાભ આપ્યો હતો જેમાં ૩૦૦૦ જેટલા મોચી સમાજના ભાઈઓ અને બહેનોએ ઉપસ્થિત રહીને માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું.
આ સમારોહનો પ્રારંભ ભારતીય પરંપરા મુજબ યુવકો દ્વારા વૈદિક શાંતિપાઠના ગાન સાથે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આદર્શ પદર્શક પ્રમુખસ્વામી મહારાજ વિડીયો દ્વારા ઉપસ્થિત સૌએ પ્રમુખસ્વામી મહારાજના જીવન અને કાર્ય દ્વારા પ્રેરણા પ્રાપ્ત કરી હતી.
આ સમારોહમાં મોચી સમાજના અગ્રણી ઉમેશભાઈ વાળાએ સ્વાગત ઉદ્દબોધન કરી સમારોહ માટે પૂ.અપૂર્વમુનિ સ્વામીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સમારોહમાં મોચી સમાજના અગ્રણી હોદેદારો, ઉદ્યોગપતિઓ, રાજકીય અગ્રણીઓ સહિત કુલ૩૦૦૦ જેટલા જ્ઞાતિજનોએઉપસ્તિ રહીને પ્રેરણાદાયી માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું.
સદ્દગુરુવર્ય પૂ. ડોક્ટર સ્વામીએ ઉપસ્થિત સૌ મોચી સમાજના જ્ઞાતિજનોને આશીર્વચન આપતા જણાવ્યું હતું કે, જીવનમાં સૌથી અગત્યતા ભગવાનને કેન્દ્ર સ્થાને રાખવા એ છે. જીવનમાં હૃદયને શુદ્ધ રાખવું એ ખૂબ અગત્યની વાત છે.
પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ ઉપસ્થિત સૌ મોચી સમાજના જ્ઞાતિજનોને ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે,સાચું સુખ એ સંયમ, સંતોષ, સંપ, સહનશક્તિ, ક્ષમા, સમજણ અને સેવામાં છે. નિર્વ્યસની સમાજ એ સુખી સમાજ તરફનો રસ્તો છે.બહારની સારી વસ્તુએ શોભા છે જયારે અંદરની સારી વસ્તુ એ સંસ્કાર છે.
સમારોહના અંતે ડિસેમ્બરમાં યોજાનાર પૂ. પ્રમુખસ્વામી મહારાજના જન્મજયંતી મહોત્સવના આકર્ષણોનો વિડીયો રજૂ કરવામાં આવ્યો હતો જેને જોઈ ઉપસ્થિત સૌ કોઈ અભિભૂત થયા હતા.