કાલે વોર્ડ નં.૫માં પ્રારંભ થશે: ૩૦મી સુધીમાં દરેક વોર્ડ આવરી લેવાશે
શહેરીજનોને જોડાવા અનુરોધ કરતા પદાધિકારીઓ
ગુજરાતના કેવળિયા ગામ નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટી નિર્માણ પામેલ છે. દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી, લોખંડી પુરુષ અને ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલને વિશ્વ સમસ્તમાં યોચિત આદરાંજલિ આપવા માટે ભારતના સ્વપ્નદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સરદાર સાહેબની વિશ્વની સૌથી મોટી પ્રતિમાના નિર્માણ સેવેલું સોણલું સ્વપ્નું સાકાર થયું છે. જેના અનુસંધાને રાજ્યમાં એકતા રયાત્રાના પરિભ્રમણ દ્વારા સરદારને ભાવાંજલિ આપવા માટેની એકતા રથયાત્રા યોજવામાં આવેલ છે.
જેના અનુસંધાને મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૦૨ અને ૩માં એકતા રથયાત્રા કાર્યક્રમ યોજાયેલ. ભાવાંજલિ સાથે એકતા રથયાત્રાનો બીનાબેન આચાર્ય અને શહેર ભાજપ પુર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજના વરદ હસ્તે કરાયેલ. આ પ્રસંગે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, મહામંત્રી દેવાંગભાઈ માંકડ, બાંધકામ સમિતિના ચેરમેન મનીષભાઈ રાડીયા, આરોગ્ય સમિતિના ચેરમેન જયમીનભાઇ ઠાકર, પુર્વ કોર્પોરેટર ધર્મેન્દ્રભાઈ મીરાણી, લીલાબા જાડેજા, શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, વોર્ડ પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, વોર્ડ મહામંત્રી જયસુખભાઈ પરમાર, ધૈર્યભાઈ પારેખ, લલીતભાઈ વડારીયા (કાળુ મામા), લાલભાઈ પોપટ, સુરેશભાઈ પરમાર, રમાબેન હેરભા, પુષ્પાબેન કાચા, દેવ્યાનીબેન રાવલ, ભાવેશભાઈ ટોયટા, પૃથ્વીસિંહ વાળા, રાજુભાઈ ભાવસાર, રાજનભાઈ સિંઘવ વિગેરે બહોળી સંખ્યામાં એકતા યાત્રામાં જોડાયા હતા.
એકતા રયાત્રા હનુમાન મઢી ચોકી નેસ્ટ પ્રાઈમરી સ્કૂલ, કુમાર કોલ ડેપો, રામેશ્વર ચોક, ગીત ગુર્જરી સોસાયટી, રેસકોર્ષ પાર્ક, રીંગ રોડ, બહુમાળી ભવન સરદાર પટેલ પ્રતિમા, શ્રોફ રોડ, જામનગર રોડ, બજરંગ વાડી મેઈન રોડ, બજરંગ વાડી સર્કલ, તેમજ સ્કૂલ વિર્દ્યાથીઓ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલને ભાવાંજલિ અર્પિત કરી રયાત્રાની સ્વાગત કરવામાં આવેલ.