અભિવાદન સમારોહમાં જાહેરાત કરતા ડો. કમલેશ જોષીપુરા, સૌરાષ્ટ્રીયન ભજન સંગીત, પાંજાવર પેન્ટીંગ, હસ્તકલા જેવી કલાઓનું આદાનપ્રદાન અને નિદર્શન
આગામી ૩૧મી ઓકટોબરે અખંડ ભારતના શિલ્પી લોખંડી રાજપુ‚ષ સરદાર પટેલની વિરાટ સ્વરુપ પ્રતિમા લોકાર્પણની ઐતિહાસિક ઘડીના સાક્ષી થવા માટે તાલીમનાડુમાં વસતા મૂળ સૌરાષ્ટ્રીયન એવા સમુદાયના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ અને ચુંટાયેલા ધારાસભ્યો અને લોકપ્રતિનિધિઓનું ઉચ્ચકક્ષાનું પ્રતિનિધિ મંડળ ગુજરાતની મુલાકાતે આવનાર છે અને સાથો સાથ કર્ણાટક અને આંધ્રપ્રદેશ તથા દિલ્હી તેમજ મુંબઇથી પણ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સામેલ થશે તેવી જાહેરાત ડો. કમલેશ જોશીપુરાએ રાજકોટ ખાતેના સૌરાષ્ટ્રીયન સમુદાયના અભિવાદન સમારોહમાં જણાવેલ છે.
તામિલનાડુમાં વસતા મૂળ સૌરાષ્ટ્રીયન સમુદાયના વિવિધ ક્ષેત્રમાં કાર્યરત પ૦ જેટલા ભાઇઓ બહેનોનો સમુહ સૌરાષ્ટ્રના પ્રવાસે આવતા રાજકોટ ખાતે વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માન મિલનનો કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો અને સૌરાષ્ટ્રીયન મુખપત્ર જટીશન ન્યુઝ ના ર૦માં વર્ષમાં પ્રવેશ વિશેષ અંકનું રાજકોટ ખાતે કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રીયન સમુદાય સાથે આદાનપ્રદાન અને વિવિધ પ્રવૃતિઓના સંવાહક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ પ્રો. ડો. કમલેશ જોશીપુરાની ઉ૫સ્થિતિમાં આયોજીત આ ગરીમાપૂર્ણ સમારોહમાં સૌરાષ્ટ્ર યુનિવસિર્ટના કાર્યકારી કુલપતિ પ્રો. નિલામ્બરીબેન દવે મુખ્ય મહેમાન તરીકે તેમજ પૂર્વ કેબીનેટ પ્રધાન ઉમેશ રાજયગુરુ વિશિષ્ટ ઉ૫સ્થિતિમાં આયોજીત આ સમારોહમાં વરીષ્ઠ પત્રકાર રામા ઇશ્ર્વરલાલજી આ પ્રસંગે ઉ૫સ્થિત રહેલ. રિસર્ચ ઇન્સ્ટીટયુટ ઓફ સૌરાષ્ટ્ર હેરીટેજ સંયોજક પ્રો. રવિસિંહ ઝાલા અને મુખ્ય યજમાન સંસ્થા અખીલ હિદ મહીલા પરિષદના પ્રમુખ ભાવનાબેન જોશીપુરા ખાસ ઉપસ્થિત રહેલ.
૨૫ જેટલા વિવિધ ક્ષેત્રમાં કાર્યરત પરિવારોના આ સમુહનું પોરબંદર ખાતે ખાદીભવન તથા સ્વામીનારાયણ વિઘા સંકુલ સહીતની વિવિધ સંસ્થાઓ દ્વારા તેમજ વેરાવળ-સોમનાથ વિવિધ સંસ્થાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
રાજકોટ ખાતે આયોજીત આ ગરીમાપૂર્ણ સમારોહમાં તામીલનાડુ સ્થીત આ સમુહના મુખ્ય સંયોજક રામા ઇશ્ર્વરલાલ દ્વારા થયેલી જાહેરાત મુજબ આગામી સમયમાં કુલ ૧૦ હજાર જેટલા સૌરાષ્ટ્રીયન ભાઇ-બહેનો ક્રમે ક્રમે સૌરાષ્ટ્રના પ્રવાસે આવનાર છે. અને પ્રત્યેક પ્રવાસ વખતે સૌરાષ્ટ્રીયન નાગરીક ભાઇ-બહેનોમાં પડેલી વિવિધ કલા જેમ કે સૌરાષ્ટ્રીયન ભજન, સંગીત ,થાજાંવુર, પેટીગ આંતરરાષ્ટ્રીય સ્તરે વિખ્યાત કમલકારી હસ્તકલા સહીતની વિવિધ આવડતો અને વિશિષ્ટ કલાઓનું નિદર્શન અને આદાનપ્રદાન પણ કરવામા આવશે.
ડો. જોશીપુરાએ જણાવ્યું હતું કે તામિલનાડુની વિવિધ યુનિવર્સિટીઓમાં કાર્યરત કુલપતિઓને પણ આગામી સમયમાં નિમંત્રિત કરવામાં આવનાર છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના પ્રથમ મહીલા કાર્યકારી કુલપતિ નીલામ્બરીબેન દવેએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા હેરીટેજ ચેરને તમામ પ્રકારે પ્રોત્સાહીત કરી અને વિવિધ પ્રકલ્પોનું આયોજન કરવામાં આવે છે. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વતી આ સમુહને ખાસ આવકાર આપી અને યુવા વિઘાર્થી ભાઇ-બહેનોમાં શૈક્ષણિક આદાન પ્રદાન ઉઘર ભાર મુકેલ.
પ્રારંભ રીસીના સંયોજક પ્રો. રવિસિંહ ઝાલાએ કાર્યક્રમની રુપરેખા અને રીસી દ્વારા ભાષાલીપી અને સાહિત્ય ક્ષેત્રે ચાલી રહેલ સંશોધનની વિગત આપી હતી. અખિલ હિંદ મહીલા પરીષદના પ્રમુખ ભાવનાબેન જોશીપુરાએ સંસ્થા પરિવાર વતી સૌને આવકારી અને પ્રત્યેક પરિવારોને સ્મૃતિ ચિહન સાથે સન્માન કરેલ.
આ પ્રસંગે પૂર્વ ડે.મેયર માવજીભાઇ ડોડીયા, ગુજરાત લેબર બાર એસો. પ્રમુખ ગીરીશચંદ્ર ભટ્ટ, રાજકીય આગેવાન ખીમાભાઇ મકવાણા, રોટરી કલબના બાનુબેન ધકાણ, રેલવે યુનિયનના અગ્રણી મહેશ છાયા તેમજ રાજેશ મહેતા મુકેશ દત્તા શાસ્ત્રી ભાનુપ્રકાશજી, પ્રો. હરેશભાઇ પંડયા ઓજસભાઇ માંકડ, આનંદભાઇ ચૌહાણ, ડો. અવનીબેન કાનન ધારાશાસ્ત્રી પંડયા હિતેન્દ્રભાઇ જોશી, સહીતના અગ્રણીઓ ઉ૫સ્થિત રહ્યા હતા.