૬૫ કરતા વધુ એવોર્ડસ નેશનલ-ઈન્ટરનેશનલ ક્ષેત્રે મેળવી છે અનેક સફળતાઓ
રાજકોટમાં રહેતા કેયુર વાઘેલા ડાન્સ ક્ષેત્રે ઝળહળતી સિધ્ધિઓ ધરાવે છે. તેઓએ નેશનલ-ઈન્ટરનેશનલ ક્ષેત્રે પરફોર્મ કરી ૬૫ થી વધુ એવોર્ડ્સ મેળવ્યા છે.
રાજકોટ શહેરમાં જ જન્મેલ અને મોટો થયેલ કેયુર વાઘેલાએ એક આદર્શન વિદ્યાર્થી તરીકેની ફરજ પૂર્ણ કરતા સા શિક્ષણ મેળવ્યું અને બીઈ મેક. એન્જી.ની ડીગ્રી હાસીલ કરી સરપ્રદ વાત એ છે કે અત્યારે કેયુર વાઘેલાએ પોતાનો અભ્યાસ પૂર્ણ કરી ડાન્સ ક્ષેત્રે સમગ્ર ભારતમાં પોતાનું નામ રોષન કરેલ છે.
ભણવાની સાથે સાથે ધોરણ ૮થી ડાન્સ ફિલ્ડમાં રુચી ધરાવતા કેયુર વાઘેલાએ ગુજરાત લેવલની ઘણી સ્પર્ધાઓ જીતી ત્યારબાદ ઈન્ટરનેશનલ જજીસની ડાન્સ કોમ્પીટીશનમાં ભારત ટોપ-૨૦ સ્પર્ધકોમાં સીલેકટ થયેલ. આ કેયુર વાઘેલા ખૂબ જ વિખ્યાત રીયાલીટી શો-ડાન્સ પ્લસ-૩માં ટોપ-૫૦માં ઝળકયા, ત્યારબાદ સમગ્ર ભારતની સૌથી વિખ્યાત લીરીકલ ડાન્સ બેટલ ફીલ સીઝન-૨માં ટોપ-૪માં પોતાનું સ્થાન ગ્રહણ કરેલ છે.
કલર્સ ગુજરાતી ચેનલમાં યોજાયેલ ગુજરાતી લોકોનો સૌપ્રથમ ડાન્સ રીયાલીટી શો ‘નાચ મારી સાથે’માં પણ ટોપ-૧૮ સુધી પહોંચેલ છે અને ડાન્સ વર્લ્ડ કપ ૨૦૧૮માં પણ ઈન્ડિયન કવાલીફાયર્સમાં બેંગ્લોર ખાતે વીનર રહેલ છે. આજે કેયુયર પાસે ૬૫ કરતા વધુ એવોર્ડસ છે અને તેમની યુ-ટયુબ ચેનલ પણ છે જે ‘કેયુર વાઘેલા’ નામથી જ ચાલે છે.