ત્રણ શખ્સો સામે ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી
આટકોટ પોલીસ મથક હેઠળના મોટાદડવા ગામેની ૪ બળદોને બે ગાડીમાં દોરડાથી ખીચોખીચ બાંધી પાણી અને ધારચારાન વ્યવસ્થા કર્યા વગર કતલખાને લઇ જતા હોવાની બાતમીના આધારે જીવદયાપ્રેમીઓએ બન્ને ગાડીઓને આટકોઠ નજીકની વીર વચ્છરાજ હોટેલ પાસે અટકાવ્યા હતા. બાદમાં બન્ને ગાડીના ચાલકોએ મોટાદડવા ગામેથી ચારેય બળદોને ભર્યા હોવાનું અને ખેડા કતલખાને લઇ જતા હોવાની કબુલાત આપતા બન્ને ગાડીના ચાલકો અને ૪ બળદોને જીવદયાપ્રેમીઓએ આટકોટ પોલીસને હવાલે કર્યા હતા.
ગોંડલના રામોદ થઇ ખેડા તરફથી ગૌવંશ બળદ ભરેલ બે યુટીલીટી વાહન મોટાદડવા ગામેથી પસાર થઇ ખેડા તરફ કતલખાને જતા હોવાની નં. જીજે ૧૯યુ ૦૨૫૪ ની વીબ વચ્છરાજ હોટેલ નજીક ઉભી રખાવી હતી. ત્યારબાદ બોલેરો ગાડીના ચાલકનું નામ પૂછતા પોતે દેવગીરી શીવગીરી ગોસાઇ (ઉ.વ.૩૯) અને તેનો સગીર પુત્ર લેલન ગાડીનો ચાલક (રહે બન્ને દેવળીયા ફુલઝર તા. બાબરા જી. અમરેલી) હોવાનું જણાવ્યું હતુ
આ બન્ને વાહનોમાં ૪ બળદોને દોરડાથી ક્રુર રીતે બાંધી પાણી કે ધાસચારાની વ્યવસ્થા વગર કતલખાને લઇ જતા હોવાનું જણાતા આગળની પુછતાછ કરી હતી. જેમાં બન્ને આરોપીઓએ આ ચારેય બળદ રામોદના સુરેશ દેવાયત દેવીપુજક પાસેથી ગાડીમાં ભર્યા હોવાનું અને ખેડા કતલખાને લઇ જતા હોવાની કબુલાત આપી હતી. જેથી બન્ને ગાડીના ચાલકો અને ચારેય બળદોને જીવદયાપ્રેમીઓએ આટકોટ પોલીસ હવાલે કરતા આટકોટ પોલીસે બન્ને વાહન ચાલકોની ધરપકડ કરી આગળની તજવીજ હાથ ધરી હતી.
ત્યારબાદ આટકોટ પોલીસે ગુજરાત પશુ સરક્ષણ ધારા ગૌવંશ સુધારા અધિનિયમ ૨૦૧૧ ની કલમ ૬ એ(૩) મુજબ બન્ને ગાડીના ચાલક તેમજ સુરેશ દેવાયત દીવીપુજક સામે એકબીજાને મદદગારી કરી પાસ પરમીટ વગર ગેરકાયદેસર રીત ગાડીના ઠાઠામાં ગૌવંશ બળદ ૪ કિ. રૂ ૪૦ હજાર ને નિર્દય રીતે બાંધી કતલખાને લઇ જવા અંગે ગુન્હો નોંધી હવે લખાય સવારમાં કતલખાને જતા જયારે બાતમી મળતા દડવા ખાતે ચાર બળદ કતલખાને જતા પકડાના વિપુલભાઇ રાઠોડ, લાલાભાઇ ભરવાડ, અશોકભાઇ રબારી સવારમાં ચાર જીવ બચાવીને આટકોટ પોલીસે ના જમાદાર ધર્મિષ્ઠા બેન માઢક ચલાવી રહ્યા છે.