કોડીનાર માર્કેટિંગ યાર્ડનાં ડાયરેક્ટર પદ માટે ચૂંટણીમાં કુલ 14 ડાયરેક્ટર માટેની ચૂંટણી પૈકી 4 વેપારી વિભાગ અને 2 ઇત્તર મંડળી વિભાગ ની એમ કુલ 6 સીટો ભાજપ તરફી બિન હરીફ જાહેર થઈ.ખેડૂત વિભાગની 8 સીટ માટે આજે મતદાન યોજાયું. જેમાં કોંગ્રેસ પ્રેરિત ખેડૂત હિત રક્ષક સમિતિના નામે 8 ઉમેદવાર અને ભાજપ પ્રેરિત ખેડૂત પેનલ નામે 8 ઉમેદવાર વચ્ચે સીધો ચૂંટણી જંગ. તા.23-10-10 ના રોજ મતગણતરી બાદ પરિણામ જાહેર થશે.ભાજપ પ્રેરિત પેનલ માજી સાંસદ દિનુભાઈ સોલંકીના નેતૃત્વ હેઠળ ચૂંટણી લડી રહી છે. જ્યારે કોંગ્રેસ પ્રેરિત પેનલ માજી ધારાસભ્ય ધીરસિંહભાઈ બારડના નેતૃત્વ હેઠળ ચૂંટણી લડી રહી છે.છેલ્લા 2 વર્ષથી કોડીનાર એ.પી.એમ.સી. પર ભાજપનું શાસન છે.
ગીર સોમનાથ: કોડીનાર માર્કેટિંગ યાર્ડનાં ડાયરેક્ટર પદ માટે ચૂંટણી યોજાઈ
Previous Articleજેતપુરમાં પાલિકા સદસ્યના આવેદન સામે મહિલાઓ પોલીસની વહારે
Next Article જો સરદાર ન હોત તો આજે દેશનો નકશો જુદો હોત: બાવળીયા