સીબીઆઇમાં ઇન્ફાઇટથી અનેક ‘વહિવટ’ના પર્દાફાશની શકયતા: કેન્દ્રીય તપાસ બ્યુરોના નંબર ર અધિકારી રાકેશ અસ્થાના પર લાંચ લેવાનો આરોપ
કેન્દ્રીય તપાસ બ્યુરો સીબીઆઇએ તેના બીજા નંબરના ઉચ્ચ અધિકારી રાકેશ અસ્થાના વિરુઘ્ધ એફઆઇઆર નોંધી છે. અસ્થાના પર આરોપ છે કે, જે મટન વેપારી મોઇન કુરેશી સામે તપાસ ચાલી રહી હતી. તેની પાસેથી અસ્થાનાએ લાંચ લીધી હોવાનું માલુમ પડયું છે. મની લોન્ડરીંગ અને ભ્રષ્ટાચારના કેસમાં એક ઉઘોગપતિને કલીન ચીટ આપવા માટે તેમણે સવા ત્રણ કરોડથી વધુની લાંચ લીધી હતી. રસપ્રદ વાત તો એ છે કે, અસ્થાનાએ પણ આજ કેસમાં સીબીઆઇના ડાયરેકટર આલોક વર્મા વિરુઘ્ધ બ કરોડની લાંચ લેવાનો આરોપ મુકી ર૪ ઓગષ્ટે કેબીનેટ સેક્રેટરી ફરીયાદ નોંધાવી હતી.
સીબીઆઇના ડાયરેકટર આલોક વર્મા પછી અસ્થાના બીજા નંબરના સૌથી મોટા અધિકારી છે વધુ તેમણે પાંચ લાખના ટ્રાન્ઝેકશનની નબળી તપાસ કરવા માટે પાંચ કરોડ માંગ્યા હોવાનું ખુલ્યું હતું સૂત્રો મુજબ સીબીઆઇના ડાયરેકટર આલોક વર્માએ મુલાકાત દરમ્યાન સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી. સીબીઆઇએ વચેટીયા મનાતા મનોજ પ્રસાદની પણ ધરપકડ કરી હતી જો કે એજન્સીએ આ મામલે મૌન ધારણ કર્યુ હતું.
દેશભરના ગુનાને નિયંત્રણમાં રાખવામાં સર્વોચ્ચ એવી કેન્દ્રીય તપાસ બ્યુરોમાં હાલ ઇન્ટરફાઇટ ચાલી રહી હોવાને કારણે સૂત્રો મુજબ અસ્થાનાએ કહ્યું કે, આ ફાઇલ ડીઓપી દ્વારા પુછાયેલા સવાલોમાં જવાની સાથે ફરી ૩ ઓકટોબરે સીબીઆઇના ડાયરેકટર સમક્ષ મુકવામાં આવી હતી. પરંતુ હજુ સુધી પાછી આવી નથી. અસ્થાનાની દીકરીના લગ્નનો પ્રસંગ બેંક કૌભાંડી સાંડેસરાએ કયા હોવાનું ખુલ્યું હતું. બેંક કૌભાંડ મામલે તપાસ દરમ્યાન મળેલી લાલ ડાયરીમાંથી આર.એ. નામના કોડવર્ડમાં વહીવટોની નોંધ બહાર આવી હતી. આ સંદર્ભે સીબીઆઇની ટીમે ૧૬ જેટલા લોકોને પુછપરછ કરી હતી.