જસદણના બોઘરાવદર ગામની જમીન સંદર્ભે મહત્વનો ચૂકાદો
શહેરના રણછોડનગરમાં રહેતા પીયુશભાઈ રમેશભાઈ નંદાણી નામના વેપારીએ બાબુભાઈ દેવજીભાઈ સોરાણીની પોતાની માલીકીની ખેતીની જમીન જસદણ તાલુકાના બોઘરાવદર ગામના રે.સ.નં. ૭૦ પૈકી ૧ એકર ૩-૩૧ ગુંઠાની જૂની શરતની ખેડવાણ જમીનનો સોદો કરી પીયુશભાઈ નંદાણીએ બાબુભાઈ સોરાણીને રકમ રૂ.૪ લાખ રજીસ્ટર સાટાખત કરાર કરી આપેલ અને સુથી તથા અવેજ પેટે રકમ રૂ.૫૦ હજારનો ચેક પિયુશભાઈએ બાબુભાઈ સોરાણીને આપેલો જે રકમ તેમને મળી ગયેલ છે.
રજીસ્ટર સાટાખતની શરત મુજબ બાકીની રકમ રૂ.૩.૫૦ લાખ પૂરા ચૂકવી આપવાના રહેશે અને બાદ રજીસ્ટર વેચાણ દસ્તાવેજ કરવાનો રહેશે જે અંગેનું રજીસ્ટર સાટાખતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
બાદ સાટાખતની શરત મુજબ પિયુશભાઈ નંદાણીએ બાબુભાઈ સોરાણીને જાણ કરી કે બાકીની રકમ ચૂકવી દસ્તાવેજ કરી આપો તો બાબુભાઈની દાનત બગડતા તેઓએ રજીસ્ટર દસ્તાવેજ કરવાની કોઈ કાર્યવાહી કરવા અંગે પ્રત્યુતર ન આપતા પિયુશભાઈએ તેમના એડવોકેટ મારફતે કરાર પાલનની લીગલ નોટીસ આપેલી જે બાબુભાઈને મળી જવા છતા તેઓએ તેમનો કોઈ જવાબ આપેલો નથી કે સાટાખતની કરારની શરતો મુજબનું પાલન કરેલુ નથી જેથી પીયુશભાઈએ જસદણના સીવીલ કોર્ટમાં કરારના પાલન અંગેનો દાવો દાખલ કરી સાથે મનાઈ હુકમની માંગ કરી હતી.
બાદ બાબુભાઈએ કોર્ટની નોટીસ બજતા કોર્ટમાં હાજર રહેલા નથી કે કોઈ જવાબ રજૂ કરેલા નથી કે કરારની શરતોનું પાલન કરેલું નથી જેથી કરાર પાલન અંગેની દાદ માંગતો દાવો કરેલો અને આ કામમાં પિયુષભાઈએ બાબુભાઈને પેમેન્ટની રકમ ચેકથી ચૂકવેલી છે. કરારની શરતો મુજબ બાકીની રકમ ચુકવવા તૈયાર હતા અને છીએ જે કોર્ટમાં રજૂઆત કરેલી આમ રજૂ થયેલ પેપર્સ તથા રૂબરૂ દલીલને ધ્યાને લઈ તથા જજે એવો હુકમ કરેલો ખેતીની જમીન અંગે સાટાખત મુજબ અવેજની બાકી રકમ બાબુભાઈએ સાટાખત મુજબ પિયુષભાઈને દસ્તાવેજ કરી આપવો અને વીકલ્પે કોર્ટ કમિશ્નર મારફતે સદર મિલ્કતને રજી. વેચાણ દસ્તાવેજ પિયુષભાઈની તરફેણમાં આપવા હુકમ કરેલો છે.
આ કામમાં પીયુશભાઈ નંદાણી વતી એડવોકેટ અશોક રામોલીયા તથા રાકેશ કોઠીયા રોકાયેલા હતા.