રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ દ્વારા રાજુલામાં મુખ્યમાર્ગ પર પથસંચલન કરવામાં આવ્યું. આ પથસંચલન આર.એસ.એસ.ના સ્થાપના દિવસ નિમિતે રાજુલા શહેરના મુખ્ય માર્ગ પર નિકળ્યું હતું. આર.એસ.એસ.ની સ્થાપના ૧૯૨૫ના વિજયાદશમીના રોજ નાગપુરમાં ડો.કેશવરાય બલીરાવ હેડગેવાર દ્વારા કરવામાં આવેલ હતી. જે આજે વટવૃક્ષ બનીને ફુલીફાલી છે અને તેની ભગીની સંસ્થા ભાજપ આજ દેશનું સતાનું સુકાન કરી રહેલ છે.
આર.એસ.એસ. સંઘને ૯૩ વર્ષ પૂર્ણ થયેલ છે અને રાષ્ટ્રીય સ્વયંમસેવક સંઘ એક એવું હિન્દુઓનું સૌથી મોટુ શિસ્તબઘ્ધ સંગઠન છે તેની આજે ૯૩મી વર્ષ ગાંઠ નિમિતે રાજુલા શહેરમાં એકલય બઘ્ધ, સૈનિકની માકફ તાલબ્ધ રીતે સંપૂર્ણ ગણવેશધારી સ્વયંમસેવકનું પથસંચલન સાવરકુંડલા જીલ્લાનું રાખવામાં આવેલ જે રાજુલાના મુખ્યમાર્ગો પર ફરેલ હતું અને ત્યારબાદ સ્વામિનારાયણ મંદિરમાં વિજયાદશમી નિમિતે શસ્ત્રપુજન પણ સૌ સ્વયંમ સેવકો દ્વારા કરવામાં આવેલ હતું. જેમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો જોડાઈને શસ્ત્રપુજન કરવામાં આવેલ હતું તેમ વસંતભાઈ સોરઠીયાની યાદીમાં જણાવવામાં આવેલ છે.