રાતૈયાના યુવાનનું આડા સંબંધના અને બરકતીનગરમાં મિત્ર સાથે થયેલી માથાકૂટના કારણે બે યુવાનના ઢીમઢાળી દીધાની કબુલાત
મેટોડા જીઆઇડીસી પાસે યુવાનની આડા સંબંધના કારણે હત્યા કર્યા બાદ કોઠારિયા સોલવન્ટ પાસે જૂની માથાકૂટના કારણે રિક્ષા ચાલકની હત્યાના ગુનામાં સંડોવાયેલા બે શખ્સોને પોલીસે ઝડપી બે કલાકમાં બે યુવાનની હત્યાની થયેલી હત્યાનો ભેદ ઉકેલ્યો છે.
લોધિકા તાલુકાના રાતૈયા ગામે રહેતા અને મેટોડા કાતે સિતારામ ડેકોરેશનની દુકાન ધરાવતા સંજય વાગડીયા નામના ૨૪ વર્ષના યુવાનની હત્યા કર્યા બાદ કોઠારિયા સોલવન્ટ પાસ બરકતીનરમાં રહેતા રિક્ષા ચાલક રિક્ષા ચાલક મૈસુરઅલી યાકુબઅલી પીંજારા નામના યુવાનની હત્યા થયાનું પોલીસમાં નોંધાતા બંને હત્યાના ગુનામાં મેટોડાના કિશન સુરેશ વાજા અને સાગરની સાથે મળી કર્યાનું પોલીસ તપાસમાં બહાર આવતા લોધિકા અને ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે બંનેને ઝડપી હત્યાનો ભેદ ઉકેલ્યો છે.
કિશન વાજાને મેટોડાની શોભના નામની મહિલા સાથે આડો સંબંધ ધરાવે છે પાંચેક માસ પહેલાં શોભનાને મૃતક સંજય વાગડીયા સાથે પણ અનૈતિક સંબંધ બંધાતા કિશન વાજા અને સંજય વાગડીયા વચ્ચે માથાકૂટ થઇ હતી. સંજય વાગડીયા ગઇકાલે પોતાના બાઇક પર મેટોડાથી પસાર થતો હતો ત્યારે તેને કિશન વાજા અને સાગરે આંતરી છરીના ૧૧ ઘા ઝીંકી હત્યા કર્યા બાદ કિશન અને સાગર કોઠારિયા સોલવન્ટ પાસે બરકતીનગરમાં રહેતા રિક્ષા ચાલક મૈસુરઅલી પીંજારાને છરીના આઠ જેટલા ઘા ઝીંકી હત્યા કર્યાની કબુલાત આપી છે.
સાગરને પાડોશમાં રહેતા ગઢવી શખ્સ સાથે માથાકૂટ થતા ગઢવી શખ્સને મૈસુરઅલીએ મદદ કરી હોવાથી તેની હત્યાનો પ્લાન બનાવી મેટોડામાં સંજય વાગડીયાની હત્યા કર્યા બાદ બંને બાઇક પર કોઠારિયા સોલવન્ટ આવ્યા હતા અને મૈસુરઅલી પીંજારાની રિક્ષાનો પીછો કરી બરકતીનગરમાં છરીના આઠ ઘા ઝીંકી હત્યા કર્યાની કબુલાત આપી છે.
સંજય વાગડીયાની હત્યામાં કિશન વાજાને સાગરે મદદ કરી હોવાથી તેની હત્યા કર્યા બાદ મૈસુરઅલી પીંજારાની હત્યા માટે સાગરને કિશન વાજાએ મદદ કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
સંજય વાગડીયાની હત્યાના ગુનામાં કિશન વાજાની લોધિકા પી.એસ.આઇ. હર્ષાબેન ગઢવીએ ઝડપી કરેલી પૂછપરછમાં બંને હત્યાનો ભેદ ઉકેલાતા ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એચ.એમ.ગઢવી અને પી.એસ.આઇ. મહાવીરસિંહ જાડેજાએ સાગરની ધરપકડ કરી છે.