મનપાના અધિકારીઓનું પેટનું પાણી જરાય હલતું નથી અને તેના ભ્રષ્ટાચારી તંત્રને લઈને લાખો માછલાઓ છેલ્લા વર્ષોમાં મર્યા છે, તેની ગેરકાયદેસર હત્યા થઈ છે. તે જ રીતે જળાશયોની ખાસ કરીને આજીડેમની આસપાસના વિસ્તારોમાં ખુબ મોટી સંખ્યામાં ભુંડ તથા તેના નાના નાના બચ્ચાઓ વિહાર કરતા હોય છે. ગુજરાત સરકારના એનીમલ વેલફેર બોર્ડ અને સરકારની પ્રાણી ક્રુરતા નિવારણ સોસાયટી (એસપીસીએ)ને અહીં મોડી રાત્રીના સમયે, કતલના ઈરાદે આ ભુંડને ક્રુર રીતે ઉઠાવવાતા હોય તે અંગેની અનેકો ફરિયાદો સતત મળતી રહે છે. તે અંગેની મ્યુ.કમિશનરને રજુઆત કરવામાં આવી છે.
હાલમાં પણ અનેકો માછલાઓ મરી ગયા હોવા છતાં તેનો કોઈ સંતોષકારક ખુલાસો તંત્ર દ્વારા કરાયો નથી. લાલપરીમાં છેલ્લા દિવસોમાં હજારો માછલાઓ મર્યા હોવા છતાં કોર્પોરેશન દ્વારા સતાવાર રીતે માત્ર ૮ માછલા મર્યા છે તેવું નિવેદન આપ્યું છે તે ખરેખર ગુન્હાહિત, શરમજનક સ્ટેટમેન્ટ છે. મોડીરાત્રીના સમયે તેમજ કાયમી ધોરણે અહીં કડક અને પ્રમાણીક સીકયુરીટી મુકવા, પેટ્રોલીંગ કરવા તેમજઆવા કોઈ લોકો જણાય તો તેની સામે યોગ્ય પગલા લેવા, પોલીસ ફરિયાદ કરવા કમિશનરને ત્યાં રૂબરૂ સમયાંતરે સરપ્રાઈઝ વિઝીટ કરવા ઉગ્ર રજુઆત કરવામાં આવી છે. આ તકે મ્યુ.કમિશરને રજુઆત માટે શાંતુભાઈ ‚પારેલીયા, હસુભાઈ ચંદારાણા, મીતલ ખેતાણી, પ્રતિક સંઘાણી, રાજેન્દ્ર શાહ, રાજુ જુંજા, નિલેશ દોશી, પ્રફુલભાઈ ગોસ્વામી, પારસ મોદી, હરીશ હરીયાણી, દિનેશ વોરા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.