છેલ્લા ત્રણ વર્ષથી સતત આગાહી સાચી પડી રહી છે
ટંકારાના યતિ સુંદરજી મા.સા.ના હસ્તે લીખીત, સાઠી સવંતના ઉતારા દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી આવના‚ વર્ષ કેવું રહેશે તે જણાવાનો પ્રયાસ કરી છે. આ પુસ્તક છેલ્લા ઘણા વર્ષોથી સાચવવામાં આવ્યું છે. ગત વર્ષમાં લખેલી તમામ વિગતો સાચી અને સચોટ રહી છે. ઓછો વરસાદ અને પાછોતરો વરસાદ નવુ ચલણ વાપરવા મળશે મોટા ભ્રષ્ટાચાર સહિતની આગોતરી આગાહી સાચી અને સચોટ થઈ હતી આ વર્ષ પણ વિક્રમ સવંત ૨૦૭૩નું કિલક સવંતસરનું નવુ વર્ષ કેવું જશે તેનો વરતારો રજૂ કરવામાં આવ્યો છે.
ચોમાસાને હવે મહિના દોઢ મહિના જેટલો જ સમય રહ્યો છે. ત્યારે હવામાન ખાતુ વૈજ્ઞાનિકો જાણીતા જાણકારો પોત પોતાની સુઝ, પ્રમાણે આગાહી કરી ર્હયા છે. ત્યારે ટંકારાના સ્વ. યતી સુંદરજી મા.સા. દ્વારા યતિના ગૂ‚ નરપતિ ચંદ્ર દ્વારા લખેલ સાઠી સવંતસરનો ઉતારો દેવ ભાષામાંથી ગુજરાતી ભાષામાં લખેલ જેમાં વર્ષ કેવું જશે તેવી આછેરી ઝલક દર્શાવી છે.
અત્રે વિક્રમ સવંત ૨૦૭૩નું વર્ષ ખેડુતો માટે કેવું જશે તેની આછેરી જલક જોઈતો પુસ્તકમાં લખ્યા પ્રમાણે પ્રથમ, જેઠ માસ નો વરસાદ છૂટા છવાયો અને અમુક વિસ્તારમાંજ થાય બિજો વરસાદ ખંડે ખંડ પરંતુ વાવણી લાયક વરસાદ અષાઢ માસે થશે શ્રાવણ માસે વરસાદ ખેંચતાણ કરાવે એવું વંચાય છે. પાણી વાળા ખેતરોમાં પિયત કરી મોલ બચાવું પડે અને વરસાદની રાહ પણ જોવી પડે કર્મ પ્રમાણે નિપજે પરંતુ માગ્યા પ્રમાણે વરસાદ ન વરસવાના કારણે ઉગેલ મોલ સુકાય તેવી નોબત આવે અને કર્મપ્રમાણ અને પાણીની વ્યવસ્થા હોય તેવા જમીનમાંજ પાણી પાઈ મોલને જીવતો રાખવો પડે તેવું વંચાય છે. તો આ વર્ષ અનાજ ખૂબ ઓછા પ્રમાણે થશે જેથી અનાજ અને ઘાસચારાના ભાવ આસમાને રહે કચ્છ મધ્યે કરવરો એટલે સાવ સામાન્ય સોરઠમાં ખંડમેડલા એટલે છૂટુ છવાયું પરંતુ પાણી હોય તો થાય અને ગુજરાતમાં દુકાળ જેવી પરિસ્થિતિ થાય તેવું સ્પષ્ટ પણે વંચાય છે. સુરત અને કુકણ માલવે સા‚ વર્ષ રહેશે આ રીતે મહદઅંશે વર્ષે નબળુ ગણી શકાય.
અન્ય લખાણની વાત કરી તો કાશ્મીરમાં ખેધા વિગ્રહ જે અદરો અંદરના લોકો બાજે તેવું ચાલુ જ છે. તો પૂર્વ દિશામાં પીડા થશે રણસંગ્રામ થશે ઉત્પાત બહુજ થાય જે પણ શ‚આત થઈ ગઈ છે.
મોટા મોટા ભુપતી પડશે આનો અર્થ મોટા માથાની હયાતી ઉપર ખતરો કહી શકાય સિંઘ મધ્યે એટલે અત્યારના બલુચિસ્તાનમાં પ્રજા નો મરે કે ન જીવે તેવી હાલત થશે પૃથ્વી આખી હાહાભૂત હાહાકાર મચી જશે મહુઘર ધ્રુજશે ભૂકંપ થાય તેવું પણ વંચાય છે. અને દિવાળી બાદ મહાયુધ્ધ થાય તેવું વંચાય છે.