વણજોયા મુહૂર્ત :દશેરાએ સગાઈ, શ્રીમત, વાસ્તુ જેવા શુભકાર્યો આજે નવુ વાહન, સોના-ચાંદી અને મકાનની ખરીદી લાભદાયક
વનરાત્રીના સમાપન આજે દશેરા પર્વ ભાવિકોએ હર્ષ ઉજવ્યો છે. નવ નવ દિવસ સુધી માઁ નવદુર્ગાની પુજા આરાધના કર્યાબાદ આજે દશમા દિવસે રાજકોટ મહાનગરના રેસકોર્ષ મેદાનમાં રાત્રે રાવણ સાથે મેઘનાથ અનુ કુંભકર્ણના પુતળાનું દહન કરવામાં આવશે. આ સાથે રાત્રે ભવ્ય આતશબાજી પણ આકાશમાં નયનરમ્ય દ્રશ્ય ખડું કરશે.
૬૦ ફુટનો રાવલ અને ૩૦- ૩૦ ફુટના મેઘનાથ કુંભકર્ણના પુતળા સળગાવવામાં આવશે.
ઉત્સવપ્રિય રાજકોટવાસીઓની ફાફડા-જલેબી, મીઠાઇ, ફરસાણની દુકાનોમાં ખરીદી માટે ભીડ જામી હતી. સાટાં , જલેબી કાજુકતરી, હલવો, બરફી જેવી મીઠાઓ તો ગાંઠીયા, ચવાણું, ચેવડો જેવી ફરસાણની આઇટમો આરોગી ઉત્સવ મનાવ્યો છે..
દશેરાનું વણજોયું મુહર્ત હોવાથી ધાર્મિક સામાજીક કાર્યો થાય છે. આ ઉપરાંત નવા વાહન, જમીન મકાનના સોદા, સોના-ચાંદીની ખરીદી કરવામાં આવે છે. જે શુભ ગણાય છે.
આ વર્ષે શાળા કોલેજમાં નવરાત્રી વેકેશન હોય જેથી વિઘાર્થીઓએ આનંદભેર રાસ ગરબા રમ્યા બાદ દશેરાના તહેવારને પણ હર્ષભેર મનાવ્યો છે કારણ દશેરા પર્વ ભારતીય સંસ્કૃતિમાં આગવુ મહત્વ ધરાવે છે.