એકતા યાત્રાને સફળ બનાવવા ડિ.કે.સખીયાની હાકલ: રાજકોટ જીલ્લાની યાત્રાના સંપૂર્ણ ઇન્ચાર્જ ભાનુભાઈ મેતા તથા સહ-ઇન્ચાર્જ વિજયભાઈ કોરાટ અને ગૌતમભાઈ કાનગડને જવાબદારી સોંપાઈ
દેશની એકતા અને અખંડીતતાના મહાન શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીના પ્રસંગે તા.૨૦.૧૦.૨૦૧૮ થી રાજકોટ જીલ્લામાં એકતાયાત્રા રથયાત્રાનું જાજરમાન આયોજન કરવામાં આવેલ છે. રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષશ્રી ડિ.કે.સખીયા તથા ધારાસભ્યશ્રી લાખાભાઈ સાગઠીયા અને પૂર્વ ધારાસભ્યશ્રી બાવનજીભાઈ મેતલીયાએ ઉપસ્થિત મંડલના પ્રમુખ-મહામંત્રી તથા અપેક્ષિત કાર્યકર્તાઓને માહિતી આપતા જણાવ્યું હતું કે, સરદાર પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાયાત્રાના રાજકોટ જીલ્લાના સંપૂર્ણ ઇન્ચાર્જ તરીકે રાજકોટ જીલ્લા મહામંત્રીશ્રી ભાનુભાઈ મેતા તથા સહ-ઇન્ચાર્જ તરીકે શ્રી વિજયભાઈ કોરાટ તથા શ્રી ગૌતમભાઈ કાનગડને જવાબદારી સોંપવામાં આવી છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી રાજકોટ જીલ્લાના એકતાયાત્રાના સંપૂર્ણ ઇન્ચાર્જશ્રી ભાનુભાઈ મેતાએ રાજકોટ જીલ્લાના પ્રથમ તબક્કાના આયોજન અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, એકતાયાત્રા બે તબક્કામાં યોજાશે જેમાં પ્રથમ તબક્કામાં તા.૨૦/૧૦ થી તા.૨૯/૧૦ સુધીમાં રાજકોટ, પડધરી, લોધિકા, કોટડાસાંગાણી, ગોંડલના તમામ મોટા ભાગના ગામોને આવરી લેવામાં આવશે. એકતાયાત્રા આગમન પ્રસંગે ગ્રામ્યજનો દ્વારા જાજરમાન સ્વાગત અને સન્માન કરવામાં આવશે. ઉપરાંત પૂજન-આરતી ત્યારબાદ સરદાર વલ્લભભાઈ પટેલની ડોક્યુમેન્ટરી ફિલ્મ શો, તમામ ગામોમાં સનિક સભા, સાંસ્કૃતિક કાર્યક્રમો, સાહિત્ય વિતરણ સહીત સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ચરિત્ર ઉપરની માહિતી આપવામાં આવશે. ધારાસભ્યશ્રી લાખાભાઈ સાગઠીયા તથા પૂર્વ ધારાસભ્યશ્રી બાવનજીભાઈ મેતલિયાએ યાત્રા અંગેની પુરક માહિતી આપતા જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી યાત્રા એ કોઈ પક્ષની નથી. રાજકીય પક્ષા-પક્ષીથી દુર રહીને તથા જ્ઞાતિવાદ-જાતિવાદને ભૂલીને સરદારશ્રીના જીવન ચરિત્રને ઉજાગર કરવા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની એકતાયાત્રાને સફળ બનાવવા તમામ ગામના ગ્રામ્યવાસીઓએ ભવ્ય સ્વાગત કરે તેવો અનુરોધ કરેલ હતો.
આ એકતાયાત્રાના રાજકોટ તાલુકાના ઇન્ચાર્જ તરીકે શ્રી વલ્લભભાઈ શેખલીયા તથા સહ-ઇન્ચાર્જ તરીકે શૈલેશભાઈ અજાણી અને વિક્રમભાઈ ખીમાણીયા, લોધિકા તાલુકાના ઇન્ચાર્જ તરીકે ભરતસિંહ જાડેજા તથા સહ-ઇન્ચાર્જ તરીકે લાખાભાઈ ચોવટિયા અને હરભમભાઈ ફૂંગશીયા અને મોહનભાઈ ખુંટ, કોટડાસાંગાણી તાલુકાના ઇન્ચાર્જ તરીકે અરવિંદભાઈ સિંધવ અને સહ-ઇન્ચાર્જ તરીકે અમિતભાઈ પડાળીયા અને સહદેવસિંહ જાડેજા, પડધરી તાલુકાના ઇન્ચાર્જ તરીકે હઠુભા જાડેજા અને સહ-ઇન્ચાર્જ તરીકે પ્રવીણભાઈ હેરમા, મનોજભાઈ પેઢડીયા, ગોંડલ શહેરના ઇન્ચાર્જ તરીકે શશીકાંતભાઈ રૈયાણી અને સહ-ઇન્ચાર્જ તરીકે લલીતભાઈ ફીનાવા અને મહેશભાઈ ગોહીલ, અશોકભાઈ પીપળીયા, ગોંડલ તાલુકાના ઇન્ચાર્જ તરીકે અલ્પેશભાઈ ઢોલરિયા તથા સહ-ઇન્ચાર્જ તરીકે પ્રફુલભાઈ ટોળિયા અને જીતુભાઈ જીવાણીને પ્રથમ તબક્કાની રયાત્રાની જવાબદારી સોંપવામાં આવેલ છે. તેમ જીલ્લા મીડિયા ઇન્ચાર્જશ્રી અરુણભાઈ નિર્મળ એક અખબારી યાદીમાં જણાવે છે.