બધી બાજુથી ઘેરાયેલી કોંગ્રેસે પોતાની ચામડી બચાવવાના પેંતરાઓ રચ્યાં છે
પ્રદેશ ઉપાધ્યક્ષ આઇ.કે. જાડેજાએ ઇલેકટ્રોનિક મીડિયા સાથે વાતચીત દરમિયાન કોંગ્રેસના બેબુનિયાદ આક્ષેપોને ફગાવતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસની મેલી મુરાદ બર ન આવતાં અને બધેથી જાકારો મળતાં ભાજપ અને મુખ્યમંત્રી ઉપર કોંગ્રેસ પાયાવિહોણા આક્ષેપો કરી રહી છે.
પ્રમ ત્રણ દિવસ સુધી કોંગ્રેસના હોદ્દેદારો પરપ્રાંતિયો પર હુમલા બાબતે મૌન કેમ રહ્યા ? કેન્દ્ર તેમજ ગુજરાતની કોંગ્રેસ તેમના કાર્યકર્તાઓને રૂકજાવના આદેશ આપવા જોઇતા હતા. કોંગ્રેસ બધી બાજુથી ઘેરાઇ છે એટલે કોંગ્રેસે પોતાની ચામડી બચાવવાના પેંતરાઓ રચ્યાં છે.
મીડિયાના માધ્યમી દેશ અને ગુજરાતના લોકોએ જોયું છે કે પરપ્રાંતિયો પર હુમલા કરવામાં કોની ઉશ્કેરણી હતી. ગુજરાત તેમજ કેન્દ્રની કોંગ્રેસમાં થોડી ઘણી શરમ હોય તો તેમણે ગુજરાત તેમજ ગુજરાતના પરપ્રાંતિયો પાસે જઇને જાહેરમાં માફી માંગવી જોઇએ.
મુખ્યમંત્રીએ કોઇના પર પણ કોઇ જ વ્યક્તિગત આક્ષેપો કર્યાં ની છતાં કોંગ્રેસ પોતાના કૃત્યો ઉપર ઢાંક-પીછોડો કરવા હવાતિયાં મારી રહી છે. કોંગ્રેસ જે રીતે ભાજપ પર આક્ષેપ કરી રહી છે તો શું ભાજપ પણ કોંગ્રેસ સામે કાયદાકીય કાર્યવાહી કરે ? કોંગ્રેસના કાર્યકર્તાઓની સંડોવણી બહાર આવી છે.
કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓની કાયદાકીય ધરપકડ કરવામાં આવી છે. ગુજરાતની શાંતિ, સલામતિ, સુખ-સમૃદ્ધિમાં અને વિકાસમાં ગુજરાતના તેમજ પરપ્રાંતિના લોકોનું યોગદાન છે. ગુજરાતના લોકોને ખબર પડી ચુકી છે કે પરપ્રાંતિયોના હુમલામાં કોંગ્રેસ જ સીધી રીતે સંડોવાયેલી છે.