બગસરાને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ખેડુતોની રેલી નિકળી હતી. બાદમાં આ મામલે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનમાં હાલની અછતની પરિસ્થિતિની પૂર્ણ ગંભીરતાથી સમીક્ષા કરી હજુ પણ જયાં પુરતા પ્રમાણમાં વરસાદ પડેલ નથી.
ત્યાં અછત-અર્ધ અછતગ્રસ્ત વિસ્તારો જાહેર કરવા અને ઘાસચારા-પીવાના પાણી શકય હોય ત્યાં પાકને બચાવવા પાણી જેવા તત્કાલ રાહતનાં પગલા ભરવા અમારી માંગણી છે. પાકવીમા યોજનાને મરજીયાત કરીને હાલ તત્કાલ અન્યાય દુર કરીને જયાં પાક નિષ્ફળ ગયેલ છે ત્યાં નુકસાનીનું સર્વે કરાવીને યોજનાની ખામીઓ દુર કરવી.
ખરીફ સીઝનનાં પાકના પાણી પત્રક તુરંત ઓનલાઈન કરાવવા, તમામ ખરીફ પાકોના ટેકાના ભાવે ખરીદી માટે તત્કાલ રજીસ્ટ્રેશન ચાલુ કરાવીને ખરીદ કેન્દ્રો ખોલવા તજવીજ કરવી. તમામ ઉત્પાદીત થયેલ પાકોને ટેકાના ભાવ મળે તેના માટે પરીણામદાયી ભાવાંતર યોજનાનો અમલ કરવો અને ટેકાના ભાવથી નીચેથી ખરીદીને રાજયમાં ગુન્હો ગણવામાં આવે તેવો કાયદો બનાવવો આ સહિતની માંગ ઉઠાવવામાં આવી હતી.