વિજેતાઓને યુવા ભાજપના પ્રશાંત કોરાટના હસ્તે ઈનામ વિતરણ
શહેરમાં છેલ્લા ૧૫ વર્ષથી અર્વાચીન દાંડિયા રાસમાં નંબર વન રહેલ ક્રિષ્ના ગ્રુપના સથવારે ખેલૈયાઓ મન મુકીને રમી રહ્યાં છે. વિજેતાઓને લાખેણા ઈનામો અપાઈ રહ્યાં છે.ક્રિષ્ના ગ્રુપના સથવારે ખેલૈયાઓને રાત પડે ને દિવસ ઉગે. નૈના ચાવડા પ્રસ્તુત ડી.જે.ના સથવારે દરરોજ પ્રાચીન-અર્વાચીન રાસ ગરબાની જમાવટ લેતુ જાય છે. ખેલૈયાઓની રમઝટની ઝલક જોવા શહેરીજનોની ભારે ભીડ જોવા મળે છે. ક્રિષ્ના ગ્રુપના સથવારે રમતા ખેલૈયાઓને દરરોજ ઈનામો આપવામાં આવે છે.પાંચમાં નોરતાની મહાઆરતી પોરબંદર જિલ્લા યુવા ભાજપના પ્રભારી અને રાજકોટ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટના હસ્તે અપાયા હતા. મોડીરાત્રે વિજેતા થયેલા ખેલૈયાઓને પ્રશાંતભાઈ કોરાટ, પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ માકડીયા, નગરપતિ દાનભાઈ ચંદ્રવાડિયા, કારોબારી સમીતીના ચેરમેન હરસુખભાઈ સોજીત્રા, ડી.ડી.જવેલર્સવાળા દેવેનભાઈ ધોળકિયા, અગ્રણી વેપારી જગદીશભાઈ જોબનપુત્રા, મુકેશભાઈ કકકડ, આયોજકો ભાવેશભાઈ સુવા, મયુરભાઈ સુવા, જગુભાઈ સુવા, વિક્રમસિંહ સોલંકી, રાજનભાઈ સુવા સહિતના હસ્તે ઈનામો અપાયા હતા.