માઇક્રોસોફ્ટના સહસંસ્થાપક રહેલા 65 વર્ષીય પોલ એલનનું સોમવારે બપોરે (યુએસના સ્થાનિક સમય પ્રમાણે) કેન્સરની બીમારીના કારણે અવસાન થઈ ગયું. તેમણે 1970ના દાયકામાં બિલ ગેટ્સની સાથે મળીને માઇક્રોસોફ્ટની સ્થાપના કરી. એલનની બહેને કહ્યું કે તેઓ દરેક ક્ષેત્રમાં શાનદાર હતા. મોટાભાગના લોકો તેમને ટેક્સાવી અને સમાજસેવી તરીકે ઓળખે છે પરંતુ અમારા માટે તેઓ પ્રેમાળ ભાઈ, અંકલ અને શાનદાર દોસ્ત હતા. ફોર્બ્સે એલનની નેટવર્થ 20.3 બિલિયન ડોલર (આશરે 1.49 લાખ કરોડ રૂપિયા) આંકી છે.
એલને બે અઠવાડિયા પહેલા જ ખુલાસો કર્યો હતો કે તેમને 9 વર્ષ પહેલા થયેલું લિમ્ફોમા (બ્લડ કેન્સર) ફરીથી થયું છે. બ્લડ કેન્સરમાં શ્વેતકણો પર અસર પડે છે જેનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ ખતમ થઈ જાય છે.એલન પોતાના બિઝનેસ અને ચેરિટીના કામોને વલ્કન ઇંક નામની કંપનીથી મેનેજ કરતા હતા. તેઓ એલન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્ટિફિક રિસર્ચમાં પણ ઘણા સક્રિય હતા. તેમણે અમેરિકામાં બે સ્પોર્ટ્સ ટીમ, સિએટલ હોક્સ અને પોર્ટલેન્ડ ટ્રેલ બ્લેઝર્સને ખરીદી હતી.
સિએટલ સાઉન્ડર્સ નામની ફૂટબોલ ટીમમાં હિસ્સેદારી હતી.નેશનલ ફૂટબોલ લીગ કમિશ્નર રોજર ગૂડલના જણાવ્યા પ્રમાણે- તેઓ સ્પોર્ટ્સને લઈને જેટલા ઝનૂની હતા, તેટલા જ ઉદ્દેશને હાંસલ કરવામાં પણ દ્રઢ સંકલ્પવાન હતા. તેમણે અંદર અને બહાર રહીને એક મોડલ ઓર્ગેનાઈઝેશનનું નેતૃત્વ કર્યું.એલને સ્ટ્રેટોલોન્ચ નામની એક સ્પેસ કંપની પણ બનાવી હતી. આ જ કંપનીએ દુનિયાનું સૌથી મોટું પ્લેન બનાવ્યું હતું, જોકે આ પ્લેન ક્યારેય ઉડી ન શક્યું. આ પ્લેનનું મોજાવ એર અને કેલિફોર્નિયાના સ્પેસ પોર્ટમાં પરીક્ષણ થઈ ચૂક્યું છે.