સતત ૧૯ કલાકની હવાઈ સફર કરાવતી દુનિયાની પ્રથમ લાંબી ન્યુયોર્ક-સિંગાપોર ફલાઈટના ચારમાંથી બે પાયલોટ મુળ ભારતના
તજજ્ઞતામાં ભારતીયોની તોલે કોઈ નહીં!
તજજ્ઞતામાં ભારતીયોની તોલે કોઈ આવી ન શકે તે ફરી એક વખત સાબીત થઈ ગયું છે. તાજેતરમાં વિશ્વની સૌથી લાંબામાં લાંબી ફલાઈટનો પ્રારંભ થયો છે. આ ફલાઈટ કે જે ન્યુયોર્કથી સીંગાપોર સુધીની છે કે જેમાં ચારમાંથી બે પાયલોટ તો મૂળ ભારતીય છે. દુનિયાની સૌથી લાંબી હવાઈ ઉડાન માટેના કેપ્ટનો બની આઈ.આર.ચૌધરી અને ‚બેન ગાજીએ વિદેશમાં ભારતનો ડંકો વગાડયો છે.
૧૨ ઓકટોબરના રોજ સીંગાપોર એરલાઈન્સની ફલાઈટે ચાંગી એરપોર્ટપરથી ઉડાન ભરી હતી જે ૧૮ કલાક અને ૪૫ મીનીટ બાદ ન્યુયોર્ક પહોચી હતી. લગભગ ૧૯ કલાક અને ૧૬,૭૦૦ કિલોમીટરનું અંતર કાપતી હોવાથી આ ફલાઈટ દુનિયાની સૌથી લાંબી અને નોન સ્ટોપ ફલાઈટ ગણાઈ છે. જેમાં ૧૬૧ યાત્રીઓ એક સાથે મુસાફરી કરી શકે છે. આ ફલાઈયમાં ચાર પાયલોટ છે. જેમાંથી બે પાયલોટ મુળ ભારતીયના છે જે ખરેખર ગર્વની વાત ગણાય.
ફલાઈટમાં એક સ્પેશ્યલ વેલનેસ મેન્યુ અને ફીલ્મ અને ટીવી એન્ટરટેઈમેન્ટ માટે પણ સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. બે ફર્સ્ટ અધિકારીની સાથે ૧૩ કેબીન ક્રુ સભ્યો રાખવામાં આવ્યા છે. ૧૮ કલાક અને ૪૫ મીનીટની આ હવાઈ સફર માટે વારાફરતી પાયલોટની પાસે ૮ કલાક આરામનો સમય રહેશે.
સીંગાપોર એરલાઈન્સમાં પ્રવકતાના જણાવ્યા મુજબ, આ ચારેય પાયલોટના નામ આઈ.આર. ચૌધરી, ‚બેન ગામુ અને મેકસ ટેન તેમજ કે.એચ.લીમ છે. તેમણે કહ્યું કે, સીંગાપોર એરલાઈન્સ પાસે ૨૦૦૦થી વધુ પાયલોટ છે. જેમાંથી ઘણા મૂળ ભારતના છે.