ખ્યાતનામ કલાકાર રાહુલ મહેતા સહિતના સિંગરો ધુમ મચાવશે
સમસ્ત પ્રજાપતિ યુવા ગ્રુપ એસ.પી. વાય.જી. દ્વારા એક દિવસીય રાસોત્સવ નવરાત્રીનું આયોજન આગામી તા.ર૦ ને શનિવારના રોજ સાંજે ૭ કલાકે સહિયર રાસોત્સવ ફનવર્લ્ડની બાજુમાં રેસકોર્સ મેદાન ખાતે કરવામાં આવ્યું છે. આ ગ્રાઉન્ડમાં પ૦૦૦ ખેલૈયાઓ રમી શકે તેવી સુવિધા સાથે મેટગ્રાઉન્ડ, હાય ફાય લાઇન એરે સીસ્ટમ અને નામાંકિત સિંગરો રાહુલ મહેતા, ચાર્મી રાઠોડ, સાજીદ ખ્યાર અને સંચાલન તેજસ સીશાન્ગીયા યુવાનો ને હૈયા ને થનગનાટ કરાવશે. આ ઉપરાંત સીસી ટીવી કેમેરા, સીકયોરીટી બાઉન્સર સાથેનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પ્રિન્સ પ્રિન્સેસ અને ચિલ્ડ્રન પ્રિન્સ પ્રીન્સેસ તથા સારુ રમતા ખેલૈયાઓને ઇનામોથી નવાજાશે.
આ ઉપરાંત એક દિવસીય નવરાત્રીની મુખ્ય વિશેષતાઓ માં સમાજની એકતા માટે જ્ઞાતિજનો આગેવાનો, હોદેદારો તથા મહાનુભાવો દ્વારા મહાઆરતી કરી માતાજી ને આરાધના કરશે. અબતકની મુલાકાતે આવેલા આગેવાનોએ જણાવ્યું હતું કે ડ્રેસ કોડમાં સજજ એસ.પી.વાય.જી. ની ટીમ દ્વારા સુરક્ષા વ્યવસ્થાની નવરાત્રી ગરબાની સાથે સાથે સમાજમાં વ્યસનમુકિત અભિયાન બેટી બચાવો બેટી પઢાવો વૃક્ષરોપણ અંગતદાન અભિયાન જેવા સામાજીક જાગૃતી ના કર્યો માટે મહાઅભિગમ હાથ ધરે છે.
કાર્યકમને સફળ બનાવવા અતુલભાઇ સુરાણી, જબાલ કટકિયા, વિજય મુળીયા, અનીલ મુળીયા, વીકી ટાંક, મયુર નગેવાડીયા જહેમત ઉઠાવી રહ્યા છે. વન-ડે ગરબાના પાસ ટ્રેકોન કુરીયર ૧૩ દિવ્યપ્રકાશ કોમ્પલેક્ષ કાલાવાડ રોડ ખાતેથી મળેવવા અથવા વધુ વિગત માટે મો. ૯૮૨૫૨ ૬૮૨૬૩ ઉપર સંપર્ક કરવાનું જણાવાયું છે.