રાજકોટ શહેરની પ્રવર્તમાન પાણીની પરિસ્થિતિને ધ્યાને રાખી શહેરમાં પાણી ચોરીની પ્રવૃત્તિ અટકાવવા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરશ્રી બંછાનિધિ પાનીના આદેશ અનુસાર ભૂતિયા નળ જોડાણ શોધી જરૂરી કાર્યવાહી કરવા ચેકિંગ ઝુંબેશનો ચલાવવામાં આવી રહી છે, જેમાં આજે તા.૧૫-૧૦-૨૦૧૮ના રોજ શહેરના વોર્ડ નં.૧૨માં આવેલા કૈલાશ પાર્ક શેરી નં.૧ A અને સીતારામ સોસાયટીમાંથી રાજકોટ મહાનગરપાલિકાની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું.
કૈલાશ પાર્ક શેરી નં.૧ A માંથી રાજકોટ મહાનગરપાલિકાની ટીમ દ્વારા સર્વે કરવામાં આવ્યો, સર્વે દરમ્યાન ચાર નળ કનેક્શન ગેરકાયદેસર મળેલ અને સીતારામ સોસાયટી માંથી પાંચ ગેરકાયદેસર નળ કનેક્શન જોડાણો મળેલ હતા. કુલ નવ ગેરકાયદેસર નળ કનેક્શન કપાત કરવામાં આવ્યા હતાં.
ઉપરોક્ત કામગીરી વેસ્ટ ઝોનના ડે. એન્જીનીયર અમીત ડાભી અને આસી. એન્જી. સંજય ટાંક તથા તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી.