કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની જાહેરાત
કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ રાજયના પ્રવાસનને વેગ આપવા માટે દ્વારકા, વેરાવળ તેમજ ગોપનાથ જેવા તટીય વિસ્તારોમાંની દિવાદાંડીઓનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે. મહત્વની જાહેરાત કરતા માંડવીયાએ જણાવેલ કે પ્રવાસન વિભાગ દ્વારા પ્રવાસન ક્ષેત્રના વિકાસમાં ઉતરોતર વધારો થાય તે હેતુ સૌરાષ્ટ્રના આ ત્રણેય તીર્થસ્થાનો પાસે આવેલ દીવાદાંડીઓને પ્રવાસન હેતુથી વિકસાવાશે. આ ઉપરાંત અલંગ શિપયાર્ડને પણ કરોડો રૂપિયાના ખર્ચે વિશ્વસ્તરનું ઈકો ફ્રેન્ડલી બનાવવામાં આવનાર હોવાની પણ જાહેરાત કરાઈ હતી.