૧૦ જેટલી વિજેતા બહેનોને મહાનુભાવોના હસ્તે સન્માનીત કરાઈ
સરગમ લેડીઝ કલબ આયોજીત ગોપી રાસોત્સવમાં બીજા નોરતે પણ જમાવટ થઈ હતી. અને બહેનોને ગરબે ધૂમતી જોઈ મહેમાનો આફરીન પોકારી ઉઠ્યા હતા. ધમાલભર્યા ઓરકેસ્ટ્રા અને સિંગરોના સુરીલા અવાજના સંગાથે ગોપી રાસોત્સવ શહેરની શાન બની ચૂકયો છે.
આ રાસોત્સવ નિહાળવા રોજ મોટી સંખ્યામાં મહાનુભાવો ઉમટી રહ્યા છે. બીજા નોરતે લલીતપ્રસાદ , સીલેશ સિંગ, સુરેન્દ્રકુમાર સિંગ, ધનસુખભાઈ ભંડેરી, નાથાભાઈ કાલરીયા, અશ્ર્વીનભાઈ આદ્રોજા, જયેશભાઈ લોટીયા, જીતુભાઈ પી. પટેલ, ધર્મેશભાઈ કોટેચા, ચૌધરી સાહેબ અને દેવેન્દ્રભાઈ સાતા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ૪૦ જેટલી વિજેતા બહેનોને ઈનામો અપાયા હતા.
આ રાસોત્સવમાં તા.૧૩ ને શનિવારના રોજ અશ્ર્વીનભાઈ મોલીયા, નંદલાલભાઈ માંડવીયા, રાકેશભાઈ દેસાઈ, હિમાંશુભાઈ શેઠીયા, મુકેશભાઈ રાદડીયા, કિશનભાઈ શાહ, નીખીલભાઈ કણસાગરા, ભરતભાઈ માંકડીયા, દિનેશભાઈ ફુલેતરા, એમ.એમ. પટેલ, છગનભાઈ બુસા, અશોકભાઈ ડાંગર, હિતેશભાઈ બગડાઈ, હિરેનભાઈ સોઢા, નિતિનભાઈ રાયચૂરા, ગુણવંતભાઈ બાદાણી, મગનભાઈ ધીંગાણી, મુલજીભાઈ ભીમાણી, નવીનભાઈ ઠકકર, અશ્ર્વીનભાઈ ઘેડીયા, રાજુભાઈ ભંડેરી, સુરેશભાઈ દોશી, કિશોરભાઈ રંગપરીયા, રમણભાઈ વરમોરા, શૈલેષભાઈ વૈશનાની, રમેશભાઈ કગથરા, જીવણભાઈ પટેલ, રતીભાઈ ભેંસદડીયા, અણભાઈ બાવરીયા, મગનભાઈ પટેલ, ચિંતનભાઈ સીતાપરા સંજયભાઈ ભંભલાણી, ઘનશ્યામભાઈ જાકસણીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
આ ઉપરાંત તા.૧૪ને રવિવારના રોજ જયેશભાઈ રાદડીયા, ધનસુખભાઈ ભંડેરી, રમેશભાઈ ધડુક, નરેશભાઈ પટેલ, પરાક્રમસિંહ જાડેજા, શૈલેષભાઈ માકડીયા, નિરંજનભાઈ શાહ, નિરજભાઈ આર્ય, વજુભાઈ જોશી, ચંદ્રકાંતભાઈ શેઠ, અનંતભાઈ ઉનડકટ, કેતનભાઈ પટેલ, પંકજભાઈ લોઢીયા, પ્રફૂલ્લભાઈ કાંતીભાઈ મા, દિનેશભાઈ પારેખ, મુકેશભાઈ ગાજીપરા, નીતીનભાઈ ચોટાઈ, છબીલભાઈ પોબા, શૈલેષભાઈ પટેલ, રાજુભાઈ રાયઠઠ્ઠા, સુરેશભાઈ અકબરી, છગનભાઈ કાકડીયા, સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
આ રાસોત્સવમાં નિર્ણાયક તરીકે રેશ્માબેન સોલંકી, નિલુબેન મહેતા, માયાબેન પટેલ સેવા આપી રહ્યા છે.
આ રાસોત્સવમાં વિજેતા બહેનોને ઈનામ આપવા માટે અમોને ઓપ્શન શો મ બાન લેબ્સ કાૃ. ૭૭ ગ્રીન મસાલા રાધે ગ્રુપ ઓફ એનર્જી, એન્જલ પંપ, ચોકોડેન, એટરેકશન હેર સલુન એન્ડ એકેડમી વડાલીયા ગ્રુપ હાઈબોન્ડ સીમેન્ટ સહિતના દાતાઓ તરફથી સહયોગ મળી રહ્યો છે.નવરાત્રી મહોત્સવને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ પટેલ, અરવિંદભાઈ દોમડીયા, સ્મીતભાઈ પટેલ, જયસુખભાઈ ડાભી,કૌશિકભાઈ વ્યાસ, ભરતભાઈ સોલંકી રાજેન્દ્રભાઈ શેઠ, રાજભા ગોહિલ, ભરતભાઈ સોલંકી, લક્ષ્મણભાઈ પટેલ વિગેરેની ટીમ કામે લાગી ગઈ છે. આ ઉપરાંત સરગમ લેડીઝ કલબના ડો. ચંદાબેન શાહ, નિલુબેન મહેતા, ડો. માલાબેન કુંડલીયા, હિનાબેન પારેખ, બીનાબેન વિઠલાણી, હીનાબેન ઠુંમર, મીનાક્ષીબેન જોષી, અમીબેન શાહ, જાગૃતીબેન આસોડીયા, અમીબેન દેસાઈ, રીટાબેન વેકરીયા, સહિતના હોદેદારો તેમજ ૧૦૦થી વધુ કમીટી મેમ્બર પણ જહેમત ઉઠાવી છે.