શહેરના અનેક મહાનુભાવોની હાજરીમાં વિજેતાઓને આકર્ષક ઈનામો અપાયા
રાજકોટમાં માત્ર બહેનો માટેના જ શ્રેષ્ઠ મનાતા ગોપીરાસોત્સવનો માતાજીની ભક્તિ અને આરાધના સાથે પ્રારંભ થયો છે. યાજ્ઞીક રોડ ઉપર ડી.એચ.કોલેજના વિશાળ ગ્રાઉન્ડમાં સરગમ લેડીઝ કલબ આયોજીત ગોપી રાસોત્સવમાં ગરબે રમવા મોટી સંખ્યામાં બહેનો ઉમટી પડી હતી. સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા તથા લેડીઝ કલબના હોદ્દેદારોએ પ્રારંભમાં માતાજીની આરતી કરી હતી.
આ રાસોત્સવ નિહાળવા માટે નિતીનભાઈ ભારદ્વાજ, વંદનાબેન ભારદ્વાજ, ડો.પ્રફુલ્લભાઈ શાહ, કમલેશભાઈ મીરાણી, નાથાભાઈ કાલરિયા, ડો.વલ્લભભાઈ કથીરિયા, કાંતાબેન કથીરિયા, કિશોરભાઈ કોટક વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ૪૦ જેટલી વિજેતા બહેનોને ઈનામ અપાયા હતા.
નલિનભાઈ વસા, ડો.વલ્લભભાઈ કથીરિયા, લાખાભાઈ સાગઠીયા, જીતુભાઈ બેનાણી, પુષ્કરભાઈ પટેલ, રમેશભાઈ જીવાણી, જગદીશભાઈ ડોબરિયા, ભાવેશભાઈ લીંબાસીયા, અશ્ર્વીનભાઈ આદ્રોજા, ચંદ્રકાંતભાઈ કોટેચા, જયસુખભાઈ ઘોડાસરા, ડો.એમ.વી.વેકરીયા, ધીભાઈ રોકડ, વિજયભાઈ કોટક, ગોપાલભાઈ માંકડિયા, ઈશાંતભાઈ કડવાણી, દિલીપભાઈ સોમૈયા, મનસુખભાઈ રામાણી, દિવ્યેનભાઈ રાયઠઠ્ઠા, ઘનશ્યામભાઈ પરસાણા, સુરેશભાઈ નંદવાણા, અરવિંદભાઈ પટેલ, રમેશભાઈ ટીલાળા, રાકેશભાઈ પોપટ, ડી.કે.સખીયા, શ્યામભાઈ શાહ, ડો.હેમાંગભાઈ વસાવડા, કમલભાઈ ધામી, જશવંતસિંહ ભટ્ટી, સમીરભાઈ શાહ, ઉમેશભાઈ રાજયગુરુ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.આ ઉપરાંત આ રાસોત્સવમાં રાજકોટના તમામ મહાનુભાવો, અધિકારીઓ, પત્રકાર મિત્રો, દરેક રાજકીય આગેવાનો તેમજ અમારી કલબના ડોનરભાઈઓ ખાસ રાસ નિહાળવા ઉપસ્થિત રહેશે.
આ રાસોત્સવમાં નિર્ણાયક તરીકે રેશ્માબેન સોલંકી, નિલુબેન મહેતા, માયાબેન પટેલ સેવા આપી રહ્યાં છે. આ રાસોત્સવમાં વિજેતા બહેનોને ઈનામ આપવા માટે અમોને ઓપ્શન શો-મ (શિલાબેન ચાંદરાણી), બાન લેબ્સ કૃ., ૭૭-ગ્રીન મસાલા-રાધે ગ્રુપ ઓફ એનર્જી એન્જલ પંપ, ચોકોડેન, એટરેકશન હેર સલુન એન્ડ એકેડમી, વડાલીયા ગ્રુપ-હાઈબ્રોન્ડ સિમેન્ટ સહિતના દાતાઓ તરફથી સહયોગ મળી રહ્યો છે.
નવરાત્રી મહોત્સવને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ પટેલ, અરવિંદભાઈ દોમડિયા, સ્મીતભાઈ પટેલ, જયસુખભાઈ ડાભી, કૌશિકભાઈ વ્યાસ, ભરતભાઈ સોલંકી, રાજેન્દ્રભાઈ શેઠ, રાજભા ગોહિલ વિગેરેની ટીમ કામે લાગી ગઈ છે. આ ઉપરાંત સરગમ લેડીઝ કલબના ડો.ચંદાબેન શાહ, નિલુબેન મહેતા, ડો.માલાબેન કુંડલીયા, મધુરિકાબેન જાડેજા, મીતાબેન વ્યાસ, રીનાબેન મહેતા, હર્ષાબેન કથ્રેચા, નીતાબેન ઓઝા સહિતના હોદ્દેદારો તેમજ ૧૦૦થી વધુ કમિટિ મેમ્બર પણ કાર્યક્રમની સફળતા માટે કામે લાગી ગયા છે.