સંગીતના તાલ સાથે ખેલૈયાઓએ પ્રથમ નોરતે જ ધમાકેદાર શરૂઆત કરી
રાજકોટ નાના મૌવા પાસે નવલા નોરતા નિમિતે ‘અબતક રજવાડી’ રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રીનાં પ્રથમ દિવસે ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. ‘અબતક રજવાડી’ના ગ્રાઉન્ડમાં ખેલૈયાઓએ ઉત્સાહભેર માં ભગવતીની આરાધના કરી રમઝટ બોલાવી હતી.
સાથો સાથ ખેલૈયાઓને ‘અબતક રજવાડી’ના આયોજન સંગીત કલાકારો અને સિકયુરીટીના પણ ભરપેટ વખાણ કર્યા હતા. નાના ભૂલકાઓથી માંડી યંગસ્ટર્સ પણ મનમૂકીને ‘અબતક રજવાડી’ના પટાંગણમાં ગરબા રમ્યા હતા પ્રથમ નોરતાને અંતે જૂનીયર અને સીનીયર કેટગરીમાં બનેલા વેલડ્રેસ તથા પ્રિન્સ પ્રિન્સેસને ઈનામ વિતરણ કરી ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો.અબતક રજવાડી રાસમહોત્સવ ચેરમેન વિશાલભાઈ પટેલે જણાવ્યું હતુ કે અમે છેલ્લા સાત વર્ષથી રજવાડી રાસમહોત્સવનું આયોજન કરીએ છીએ અને છેલ્લા બે વર્ષથી અબતક પરિવાર અમારી સાથે છે. અને આ વર્ષે નવા શણગાર સાથે અમે સજાવ્યું છે. અને આ સુંદર આયોજનને કારણે પ્રથમ નોરતે ધારણાબારના ખેલૈયાઓ ઉમટી પડયા છે.
સાથે ખેલૈયાઓનો આટલો ઉત્સાહ જોઈ લાગે છે કે આવનાર દિવસોમાં આથી વધારે ખેલૈયાઓ ઉત્સાહ જોવા મળશે. સાથે દર વર્ષ કરતા આ વર્ષે ગરબાઓમાં અલગ અલગ વેરાયટીઓ છે સાથે સજાવટ અલગ છે. અને ખેલૈયાઓ આરામથી રમી શકેતેવી સિકયુરીટીની વ્યવસ્થા અને સારા ગ્રાઉન્ડની વ્યવસ્થા કરવામાં આવી છે.
પ્રિન્સ ખુમાણ (ખેલૈયા)એ જણાવ્યું કેનવરાત્રીને લઈને બહુ જ ઉત્સાહ છે. બસ આવી જ રીતે નવનોરતા માણવાનો ઉત્સાહ છે. નવરાત્રીની તૈયારી અમે જાન્યુઆરી મહિનાથી દાંડીયા રાહતમાં ચાલુ થઈ જાય છે. દર વર્ષે અબતક રજવાડી અમારી પ્રથમ પસંદગી હોય છે. કારણ કે અહીયાનું આયોજન બહુ જ ગમે છે. કારણ કે અબતક રજવાડી પરિવાર માટે સુરક્ષીત છે. સાથે વ્યવસ્થિત ગ્રાઉન્ડ સાઉન્ડ સીસ્ટમ અને સંગીતકલાકારો મનમોહી લે છે.
જયદેવસિંહ ગોહેલ (ખેલૈયા)એ જણાવ્યું કે નવરાત્રીને લઈ સારો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને વિશાલભાઈ અને અબતક રજવાડીનું બહુ શારૂ આયોજન છે. અને લેડીઝ માટે પણ બહુ જ સરસ છે. સાઉન્ડ સીસ્ટમ અને સિકયુરીટી પણ ભરપૂર વ્યવસ્થા જોવા મળી રહી છે. અબતક રજવાડીમાં અમે ઘણા સમયથી આવીએ છીએ. સાથે અહીયાનું વાતાવરણ પરિવાર જેવું લાગે છે. સાથે રમવાની પણ મજા આવે છે અને નવરાત્રી પણ ઉત્સાહભેર ઉજવીએ છીએ.
પ્રાર્થવી (ખેલૈયા)એ જણાવ્યું હતુ કે મને અહીયા આવી ગરબા રમવાની બહુ જ મજા આવે છે. જેમકે બધાનો ઉત્સાહ હોય છે. અને નવરાત્રક્ષ આવતા પગ ધ્રુજવા લાગે અને અબતક રજવાડીમાં જે રમવાની મજા આવે તેવી કયાંય આવતી નથી અહીયાનું બધી જ વસ્તુ બહુ જ સરસ હોય છે. સંગીત સહિત બધી જ વ્યવસ્થા સારી છે.
છેલ્લા છ મહિનાથી અમારી પ્રેકટીસ ચાલે છે. અમારા સાગર સરે સરલ્સા જેવા ઘણા અવનવા સ્ટેપસ શીખવ્યા છે. સાથે તમામ લોકોને હેપ્પી નવરાત્રી ટુ ઓલ.