કેનાલમાં ગેરકાયદે મુકાયેલી બારી તાકીદે નહીં હટાવાય તો અનશન કરવાની ચીમકી
લખતરનું સવલાણા ગામ તાલુકા મથકથી ઉતર દિશામાં આશરે ૧૨ થી ૧૫ કિલોમીટર દુર આવેલું છે. આ ગામને નર્મદા કેનાલ ડી.૬ ધ્રાંગધ્રા માઈનોર કેનાલમાં જોડવામાં આવ્યું છે પરંતુ સવલાણા ગામથી પશ્ચીમ દિશામાં આવેલા ધ્રાંગધ્રા તાલુકાના સોખડા ગામના લોકો દ્વારા ડી.૬ કેનાલમાં બિનકાયદેસર કેનાલ તોડી બારી મુકી દીધેલ છે.આથી લખતર તાલુકાના સવલાણા ગામે પાણી પહોંચતું ના હોય લખતરના સવલાણા ગામના ખેડુતો પરેશાન થઈ ગયા છે અને વર્ષોની રજુઆત છતાં નર્મદા નિગમના અધિકારીઓ કેનાલ તોડી પગલાં લેતા ના હોય લખતર તાલુકા ખેડુતો લખતર મામલતદારને આવેદન આપવા પહોંચી ગયા હતા. જયારે ખેડુતોએ આવેદનમાં જણાવ્યું છે કે જો તેમની સમસ્યાનો દિવસ બેમાં નિકાલ નહીં આવે તો લખતર મામલતદાર કચેરી સામે તેઓને અનશન પર બેસવાની ફરજ પડશે.