કલ્યાણપુરના રાણ ગામમાં ગઈકાલે સાંજે એક ગઢવી યુવાન પર અગાઉના મનદુ:ખનો ખાર રાખી એક મોટર તથા ત્રણ મોટરસાયકલમાં ધસી આવેલા દસ શખ્સોએ સાથે હુમલો કરી તેઓની હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ શખ્સોએ એક મોટર તા મકાનમાં પણ ભાંગતોડ કરી હતી.
ઈજાગ્રસ્તને જામનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે તે દરમ્યાન મોડીરાત્રે લીમડી ગામ પાસેથો નંબર પ્લેટ વગરની બિનવારસુ સાંપડેલી તોડફોડ કરાયેલી મોટરમાંથી ચાર જીવંત અને એક ફૂટેલો કારતૂસ, તલવાર સાંપડયા છે.
કલ્યાણપુર તાલુકાના રાણ ગામમાં લમધારિયા સીમમાં રહેતા કાળુભાઈ સાજણભાઈ મોવર નામના સત્યાવીસ વર્ષના ગઢવી યુવાન ગઈકાલે સાંજે ગામમાં આવેલી પાનની એક દુકાન પાસે હતા ત્યારે ત્યાં છરી, કુહાડા, પાઈપ, ધોકા જેવા ઘાતક હયિારો ધારણ કરી એક સ્કોર્પિયો મોટર તથા ત્રણ મોટરસાયકલમાં આ જ ગામના મનુ વરજાંગ સાખરા, હધુ વરજાંગ સાખરા, દાવા વરજાંગ સાખરા, ઈશ્વર ડાવા સાખરા, ભાવેશ ડાવા, હીરા ડાવા, ભોજા હધુ, વિરપાળ હધુ, ગોપાલ મનુ તથા ડેરાજ મનુ સાખરા નામના દસ શખ્સો ધસી આવ્યા હતા.
આ શખ્સોએ બેફીકર ઉભેલા કાળુભાઈ પર જુના મનદુ:ખનો ખાર રાખી ભારે હો–હલ્લા સાથે હુમલો કરી આડેધડ ઘા ઝીંકવાનું શરૃ કર્યું હતું.
આ શખ્સોની ગેરકાયદે રચાયેલી મંડળીએ કાળુભાઈની હત્યાનો પ્રયાસ કરી બાજુમાં પડેલી કાળુભાઈની મોટરમાં તોડફોડ કરવા ઉપરાંત કાળુભાઈના ઘરમાં ઘૂસીને પણ ભાંગતોડ કરી નાખી હતી ત્યાર પછી ટોળું પલાયન થઈ ગયું હતું. ઈજાગ્રસ્તને સારવાર માટે સ્થાનીક દવાખાને ખસેડવામાં આવ્યા પછી મોડીરાત્રે વધુ સારવાર માટે જામનગરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ બનાવની પોલીસને જાણ તા ભાટિયા તા કલ્યાણપુરી પોલીસ કાફલો બનાવના સ્ળે પહોંચ્યો હતો. એક તબક્કે ખાનગી ફાયરીંગ થયાની પણ વાતોએ જોર પકડયું હતું. પોલીસે કાળુભાઈની ફરિયાદ પરી ઉપરોકત દસેય શખ્સો સામે આઈપીસી ૩૦૭, ૩૨૩, ૪૫૨, ૪૨૭, ૫૦૪, ૫૦૬ (ર), ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ ગુન્હો નોંધ્યો છે.
ઉપરોકત બઘડાટી પછી અડામણ વખતે ખાનગી ફાયરીંગ યું હોવાનું ચર્ચાઈ રહ્યું હતું ત્યારે જ મોડીરાત્રે કલ્યાણપુર તાલુકાના લીમડી ગામ પાસે આવેલી એક હોટલના સામેના ભાગમાં એક બિનવારસુ મોટર પડી હોવાની પોલીસને જાણ થઈ હતી તેના પગલે દોડી ગયેલા કલ્યાણપુરના પીએસઆઈ ઠાકરિયા તા સ્ટાફે ત્યાંથી નંબર પ્લેટ વગરની કાળા રંગની હ્યુન્ડાઈ કંપનીની વર્ના મોડેલની મોટર મળી આવી હતી.