વૃશ્ર્ચિક રાશીનો ગુરૂ મેષ, સિંહ અને ધન રાશીને આપી શકે છે અશુભ ફળ
વૃશ્ચિક રાશીમા ગૂરૂ આજથી તા.૫.૧૧.૨૦૧૯ સુધી ભ્રમણ કરશે. ગુરૂ આજે રાત્રીનાં ૭.૧૮ મીનીટે વૃશ્ચિક રાશીમાં પ્રવેશ કરશે જે બારેય રાશીને અલગ અલગ પ્રકારે ફળ આપશે.
મેષરાશી (અ.લ.ઈ): ચંદ્રથી ગૂરૂ આઠમે ભ્રમણ કરશે જે ભાગ્યમાં રૂકાવટ લાવે બીમારીઓનો ભોગ બનવું પડે, ડાયાબીટીસ જેવી બીમારીઓથી સાવચેત રહેવું જયારે કૌટુંબીક સંબંધોમાં સુધારો લાવે, જમીન-મકાનના પ્રશ્નોમાં ઉકેલ મળે.
વૃષભ રાશી (બ.વ.ઉ): વૃષભ રાશીના જાતકોને ગૂરૂ સાતમા સ્થાનમાંથી પસાર થતા માન-પ્રતિષ્ઠામાં વધારો કરે, વિવાહના યોગ બને, ભાગીદારીમાં સફળતા આપે લાભ સારા મળે, મહેનતનું પુરતુ ફળ મળે, ખોટા અભિમાનથી દૂર રહેવું
મિથુનરાશી (ક.છ.ઘ): મિથુન રાશીના જાતકોને ગૂરૂ છઠ્ઠા સ્થાનમાંથી પસાર થશે. બીમારીઓથી સાવચેત રહેવું, જીવન સાથી સાથે સારૂ વર્તન કરીને રહેવું, તેનો પૂરતો વિશ્ર્વાસ, કરવો, વ્યાપારમાં વૃધ્ધિ થાય, બેંક બેલેન્સમાં વધારો નોંધાય છુપા શત્રુ દૂર થાય.
કર્કરાશી (ડ.હ): કર્ક રાશીના જાતકોને ગૂરૂ પાંચમા સ્થાનમાંથી પસાર થશે ભાગ્યોદય કારક બનશે. આત્મબળમાં વધારો થાય સંતાન સુખની પ્રાપ્તી થાય, વિદેશથી લાભ મળે, કાર્યમાં સફળતા મળે.
સિંહ રાશી (મ.ટ) સિંહ રાશીના જાતકો ને વૃશ્ર્ચિકનોગૂરૂ સુખભુવનમાંથી પસાર થશે. થોડી માનસીક પરેશાની રહે પરંતુ વ્યાપારમાં વૃધ્ધિ થાય, નવા વ્યાપારનો યોગ ખરો. નોકરીમાં પ્રમોશનના યોગ થાય, જમીન મકાનના પ્રશ્ર્નોમાં થોડો વિલંભ થાય, વારસાના પ્રશ્ર્નોનો ઉકેલ આવે.
ક્ધયા રાશી (પ.ઠ.ણ): ક્ધયા રાશીના જાતકોને ગૂરૂ ત્રીજા સ્થાનેથી પસાર થશે. શુભ ફળ મળે વિવાહના યોગ બને, ભાગીદારીથી લાભ રહે, જાહેર જીવનમાં માન-સન્માનની પ્રાપ્તી કરાવે, યાત્રા પ્રવાસના યોગ બને.
તુલારાશી (ર.ત.): આ રાશીના જાતકોને ધન સ્થાનમાંથી ગૂરૂ પસાર થશે બોલી એટલે કે વાણીમાં સંયમ રાખવો જરૂરી બનશે બિમારીમાંથી મૂકિત મળે, કોર્ટ કચેરીમાં વિજયના યોગ બનશે. કાર્ય સિધ્ધિના યોગ ખરા. મહેનતનું ફળ પૂર્ણ મળે, બીમારીમાંથી મૂકિત મળે.
વૃશ્ર્ચિક રાશી (ન.ય): વૃશ્ર્ચિક રાશીના જાતકોને ગૂરૂ દેહભુવનમાંથી પસાર થશે. જે ગજ કેશરીયોગ બનાવે છે. માન સન્માનમાં વધારો કરે, વિધાઅભ્યાસમાં મહેનતનં પૂર્ણ ફળ મળે નવી સિધ્ધિની પ્રાપ્તી થાય, પત્ની સાથે શાંતીથી વ્યવહાર કરવો. વિદેશયાત્રાના યોગ બને, ધાર્મિક આધ્યામીકતામાં પ્રગતી થાય.
ધનરાશી (ભ.ફ.ધ.) ધનરાશીના જાતકોને ગૂરૂ વ્યયભુવનમાંથી પસાર થશે જે થોડુ અશૂભ ફળ આપે. ખોટા ખર્ચાઓથી દૂર રહેવું જરૂરી બનશે. સમય થોડો કસોટીકારક રહેશે. છુપાશત્રુથી દૂર રહેવું બિમારીઓથી સાવચેત રહેવું જામીન પડવું નહિ.
મકરરાશી (ખ.જ.) મકરરાશીના જાતકને ગૂરૂ લાભસ્થાનમાંથી પસાર થશે. વિદ્યા અભ્યાસમાં ઉચ્ચ અભ્યાસમા પ્રગતી અને સફળતા અપાવે સંતાનોની થોડી ચિંતા રહેશે. મહેનતનુ પૂર્ણફળ મળે ભાઈ બહેનો સાથેના મતભેદ દૂર થાય, ભાગીદારીથીલાભ મળે. લગ્ન માટે યોગ્ય પાત્રની પ્રાપ્તી થાય.
કુંભરાશી (ગ.શ.સ.) આ રાશીના જાતકોને ગૂરૂ કર્મભુવનમાંથી પસાર થશે. વ્યાપારમાં નોકરીમાં સાવચેત રહેવું પિતા સાથે આદર રાખવો, છુપા શત્રુઓ દૂર થાય, ધનમાં વૃધ્ધિ થાય, ઉચ્ચ અભ્યાસમા લાભ મળે, સારૂ પરિણામ મળે.
મીનરાશી (દ.ચ.ઝ.થ) મીનરાશીના જાતકોને ગૂરૂ ભાગ્યભુવનમાંથી પસાર થશે જે આરોગ્યમાં સુધારો કરે, નાની યાત્રા પ્રવાસ કરાવે, ભાઈ બહેનોથી લાભ અપાવે. સંતાનો સાથે મનમેળ રહે સંતાન પ્રાપ્તી માટે યોગ્ય સમય ગણાય, માન સન્માન અપાવે ખોટો દંભ કરવો નહિ.
વૃશ્ર્ચિક રાશીનો ગૂરૂ મેષ,સિંહ અને ધન રાશીને થોડુ અશુભ ફળ આપી શકે છે. આથી તેઓએ ગૂ‚ગ્રહની ઉપાસના કરવી ચણાની દાળ પીળી વસ્તુનું દાન કરવું, ગુરૂવારના એકટાણા કરવા, માતા પિતા ગુરૂને આદર આપવો, તેમની સલાહલઈ ને કામ કરવુહ ગૂરૂની જપ પુજા કરાવી જેનાથી શુભ ફળની પ્રાપ્તી થશે.
ભારતની રાશી ધનથી ગૂરૂ બારમી રાશીમાં પસાર થશે. આથી લોકોની સુખાકારીમાં ઘટાડો થાય આર્થિક બોજ વધે, શત્રુઓ દૂર કરે. તા.૨૯-૩-૨૦૧૯ થી ૨૩-૪-૨૦૧૯ સુધી ગુરૂ ધનરાશીમાં રહેશે તથા ૫-૧૧-૨૦૧૯માં પૂર્ણ રીતે ગૂરૂ ધન રાશીમાં પ્રવેશ કરશે. તેમ શાસ્ત્રી રાજદીપ જોષી દ્વારા જણાવાયું છે.