સુપાર્શ્ર્વનાથદાદાનાં જીનાલય, માંડવી ચોક દેરાસરમાં તા.૧૩.૧૦ને શનિવારના રોજ માણીભદ્રદાદાનો હોમાત્મક હવન તથા સુખડીપ્રસાદ રાખેલ છે. હવન સવારે ૯ વાગે શતુંરૂ થશે જેનું ૧૧.૧૫ મિનિટે બીડુ હોમાશે. હવન બાદ સાધર્મિક ભકિત તીખી સેવ, સુખડી તથા ચણાનો પ્રસાદ શરૂ થશે. દરેક ભાવિક શ્રાવક શ્રાવિકાને દર્શનનો લાભ લેવા અનુરોધ કરાયો છે.
જેમાં આચાર્ય પુન્યોદયસાગરજી મ.સા. સાધ્વીજી ભગવંત વિપુલયશાશ્રીજી મહારાજ સાહેબ , સાધ્વીજી વ્રતધારાવીજી મહારાજ સાહેબની નિશ્રામાં યોજાશે.
ભાણીભદ્રદાદાને પક્ષાલ સવારે ૭.૩ વાગે શરૂ થશે. તેમજ કેસરનો પક્ષાલ ચંદન પુજા, ફુલ પુજા વગેરે બોલીની શરૂઆત ૭.૩૦ વાગે શરૂ થશે. હવનમાં સુકો મેવો, કેસરવાળી ખીર, સુખડના લાકડા હોમવામાં આવશે. આ ભવ્ય હોમાત્મક હવન તથા સાધર્મિક ભકિતમાં ટ્રસ્ટી ગણ કેતનભાઈ વોરા, ભાવેશભાઈ વોરા, જયેશભાઈ દોશી, જયંતભાઈ મહેતા, કેવિનભાઈ દોશી, શ્રેણીકભાઈ દોશી, ઉતમભાઈ રામસીના, કમલેશભાઈ લાઠીયા, પંકજભાઈ કોઠારી, જીતુભાઈ ચા વાળા તથા મહાસુખભાઈ રામાણી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.