પંડિત દિનદયાળ ઉપાધ્યાય એકાત્મક ફાઉન્ડેશન દ્વારા અભય ગુજરાત કાર્યક્રમ અંતર્ગત પરપ્રાંતિય લોકમંડળોનું સ્નેહ મિલન
પંડિત દિનદયાળ ઉપાધ્યાય એકાત્મતા ફાઉન્ડેશન રાજકોટ સંસ્થા અંતર્ગત અભય ગુજરાત કાર્યક્રમનું આયોજન ધોળકિયા સ્કુલ ખાતે કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં પરપ્રાંતિય લોકમંડળોનું સ્નેહમિલન રાખવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પોલીસ અધિક્ષક બલરામ મીણા તથા ડીસીપી ઝોન-૧ રવિ મોહન શૈની ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, આજે અભય ગુજરાતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં શાંતી, સમરસતા છે. અહીં બધા જ લોકો હળીમળીને રહે છે. આજે પંડિત દિનદયાલ ઉપાધ્યાય એકાત્મતા ફાઉન્ડેશન દ્વારા અમે એક સંદેશો આખા સૌરાષ્ટ્રમાં સવિશેષ ઉધોગિક વસાહતો, મેટોડા, વેરાવળ, શાપર વગેરે જગ્યાએથી ૫૦૦ કરતા વધુ લોકો અહીં આવ્યા છે. અત્યારે કોઈ રાજકિય સ્વાર્થ પ્રેરીત જે અફવાઓ ફેલાવે છે અથવા તો ગુજરાતને બદનામ કરવાનો જે પ્રયાસો કરવામાં આવે છે.
આપ જોવો કે ગુજરાતમાં દરેક પરપ્રાંતીય પ્રજા હળીમળીને રહે છે. ગુજરાત માટે કોઈ બિનગુજરાતી નથી. બધા ભારતીય છે.
બીજી એક વાત ગુજરાત હરહંમેશ જાતીવાદ, પ્રાંતવાદથી ઉપર ઉઠીને એક સાંસ્કૃતિક, રાષ્ટ્રવાદમાં માને છે. સ્વામી વિવેકાનંદે બંગાળ પછી સૌથી વધુ સમય ગુજરાતમાં ગાળ્યો છે. સૌરાષ્ટ્રમાં ગાળ્યો છે. આજે આર્ય સમાજ સૌરાષ્ટ્રમાંથી પંજાબ અને બાકીની જગ્યાઓ પર ગયો છે એવા સંજોગોમાં હું માનું છું કે ભગવાન શ્રીકૃષ્ણ જે પરમેશ્ર્વર પરમાત્મા ઉતરપ્રદેશમાંથી ગુજરાતમાં દ્વારકામાં આવી ત્યારે પ્રાચીનકાળથી યુગોથી ગુજરાત સર્વ સમાજ માટે ખુલ્લુ છે. દરેક ભાષા, દરેક ધર્મ આજે પારસીઓ દુધમાં સાંકળ ભળે તેમ મળી ગયા છે તેમ હું માનું છું કે ઉતરપ્રદેશ, બિહારથી આવેલ અમારા ભાઈઓ અને બહેનો છે. અહીં કોઈ અમારા માટે પરાયુ નથી. ગુજરાત બધાના માટે બીજુ ઘર છે. ગુજરાતી કોઈને પણ પરપ્રાંતિય નોનગુજરાતી માનતા નથી. અમારું સુત્ર એજ છે કે અમે રાષ્ટ્રવાદી છી.