૧૦ વર્ષ પહેલા ‘તારા’ સિરીયલના ડાયરેકટર પ્રોડયુસર વિંતા નંદાએ પોતાના થયેલા દુવ્યવહારની આપવિતી ફેસબુક પર શેયર કરી
સેકસ્યુઅલ ટેરેસમેન્ટને લઇને ચાલી રહેલી ‘મીટુ’ની લડતને લઇ હવે એન્ટરટેઇમેન્ટ અને મીડીયા ઇન્ડસ્ટ્રીઝમાં પણ થયેલા દુવ્યવહાર અંગે લોકો બોલવા લાગ્યા છે. એકડ્રેસ તનુશ્રી દત્તા દ્વારા એકટર નાના પાટેકર પર યૌન શોષણનો આરોપ લગાવ્યો બાદ હવે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બાકી હસ્તીઓએ પણ પોતાની સાથે થયેલા યૌન દુવ્યવહાર સામે અવાજ ઉઠાવ્યો છે. નાના પાટેકર બાદ વિકાસ બહલ, સિંગર કૈલાસ ખેર અને મોડલ કલ્ફીસૈયદ પર પણ સેકસ્યુઅલ ટેરેસમેન્ટનો આરોપ લગાવવામાં આવ્યો છે. તો બીજી તરફય ફિલ્મ અને ટીવી જગતના સંસકારી બાપુ એટલે કે આલોલ નાથ પર પણ એકસ્યુઅલ ટેરેસમેન્ટ નો આરોપ લાગ્યો છે.
રાઇટર અને ફિલ્મ મેકર વિંતા નંદાએ આલોકનાથ પર બળાત્કારનો આરોપ લગાવતા ફેસબુકમાં એક પોસ્ટ વાઇરલ કરી છે. ૧૯ વર્ષ પહેલા ટીવી પર આવતી સીરીયલ તારાના પ્રોડયુસર ડાયરેકટર વિંતા નંદાએ આલોકનાથ ઉપર આરોપ લગાવ્યો છે નાથે તેમના ઘરે યોજાયેલી પાર્ટીમાં વિંતા ના ડ્રીંકમાં કંઇક ભેળવી તેને ઘરે મુકી જવાના બહાના હેઠળ તેની ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ વિંતા નંદા ની કંપની બંધ થતા તે તેમની પાસે કામ માગવા ગઇ હતી અને ફરીથી બળાત્કારનો ભોગ બની હતી.જો કે આલોકનાથે આ સમગ્ર ઘટનાને બે બુનિયાદ ગણાવી છે અને તેમને માત્ર ફસાવવામાં આવી રહ્યા હોવાનું કહી રહ્યા છે.નંદાએ એવું પણ કહ્યું કે બે વખત બળાત્કારનો ભોગ બન્યા બાદ હું એટલી ભાંગી પડી હતી અને ડરી ગઇ હતી કે તેની વિષે કોઇ ફરીયાદ કરી નહી પરંતુ હવે મને કોઇ ડર નથી.
આ અંગે તારા સિરીયલના લીડ એકટ્રેસ નવનીત નિશાને પણ નંદાની વાતને સપોર્ટ કરતા જણાવ્યું કે હું પણ આલોથ નાથા દુવ્યવહારનો શિકાર બની છું. મેં તેમની કનડગત ને લઇ શો સમયે એક થપ્પડ મારી હતી.
મહત્વનું છે કે ગ્લેમર ક્ષેત્રમાં હેરસમેન્ટને લઇ ઘણા કિસ્સાઓ બહાર આવી રહ્યા છે. ત્યારે તનુશ્રી દત્તાએ નાના પાટેકર સામે ટેરેસમેન્ટની ફરીયાદ કરી છે તો બીજી તરફ ગણેશ આચાર્ય, સમી સીદ્દીકા, રાકેશ સારંગ દ્વારા પણ ટેરેસમેન્ટના મામલા બહાર આવ્યા છે.