અનેક માંગણીઓ સાથે તાલુકાના ખેડુતો મોટી સંખ્યામાં હાજર રહી મામલતદારને આવેદન પાઠવ્યું
બગસરા તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરતા ધારાસભ્ય કાકડીયાની માગણી ગુજરાત સરકાર ખાંભા-ધારી-બગસરા વિસ્તારના ખેડુતો સાથે હળહળતો અન્યાય કરેલ છે ત્યારે આ વરસે ચોમાસામાં અપુરતો વરસાદ વરસવાને કારણે ખેડુતોએ વાવેતરમાં નુકસાન થયેલ છે ત્યારે દર વરસે પાકવિમાનું પ્રિમીયમ ભરે છે અને છેલ્લા ત્રણેક વરસથી અપુરતો વરસાદ પડી રહેલ જેથી દુષ્કાળ જાહેર કરવા આવેદનપત્ર આપેલ હતું.
જીલ્લાના બગસરા તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ધારાસભ્ય જે.વી.કાકડીયાએ માંગણી કરેલ છે ત્યારે હાલ ધારી, બગસરા, ખાંભામાં વરસાદ ઓછો પડતા પાક નિષ્ફળ છે ત્યારે ખેડુતોના દેવા ડુબી ગયેલ હોય જેથી ખેડુતોનું દેવુ માફ કરવામાં આવે. ઉત્પાદન અપુરતુ થાય છે. ખાતરોના ભાવો આસમાને પહોંચી ગયા છે. જેથી ખેડુતો આત્મહત્યા કરવા મજબુર બન્યા છે ત્યારે તંત્રની આંખ ઉઘાડવા ધારાસભ્ય જે.વી.કાકડીયા દ્વારા ગુજરાત સરકારમાં અનેક વખત ખાંભા, ધારી, બગસરા વિસ્તારના ખેડુતો સાથે હળહળતો અન્યાય કરેલ છે ત્યારે આ વરસે ચોમાસામાં અપુરતો વરસાદ વરસવાને કારણે ખેડુતોને મોટુ નુકસાન જવાનો ભય છે.
જેથી ખેડુતો દર વરસે પાકવિમાનું પ્રિમીયમ ભરે છે અને છેલ્લા ત્રણેક વરસથી અપુરતો વરસાદ પડી રહેલ છે ત્યારે ગુજરાત સરકાર જગતના તાત ખેડુતોને બેંકના કરજામાંથી મુકત કરાવવા લોન માફી, ઉત્પાદન સમયે ટેકાના પોષણક્ષમ ભાવો આપવા, સમયસર વિજળી મળે તેમજ ખેડુતો માટે અનેક યોજનાઓ અમલવારી આવે તેમજ ડી.એ.પી. ખાતરોના ભાવોમાં ઘટાડો કરવો, ખેડુતોને રોજ, ભુંડના હેરાન પરેશાન થયેલ છે જેથી તાર ફિનીશીંગ યોજનામાં નિયમોને હળવા કરવા, ખેડુતોને રાત ઉજાગરામાંથી મુકત તેવા પ્રયાસો કરે જેવા અનેક મુદાઓને ધ્યાનમાં રાખીને ધારાસભ્ય જે.વી.કાકડીયાએ બગસરા મામલતદારને આવેદનપત્ર આપેલ જેમાં તાલુકાના ખેડુતો મોટી સંખ્યામાં હાજર રહીને ગુજરાત સરકાર વિરુઘ્ધ અનેક માગણીઓ સાથે આવેદનપત્ર આપવામાં આવેલ તેવુ અંતમાં તાલુકા પંચાયત પ્રમુખ મુકેશભાઈ રાખોલીયાએ જણાવેલ હતું.