બાળકોથી માંડીને મોટેરાઓ સુધી અનેકવિધ પ્રવૃત્તિ કરતા સરગમ પરિવાર દ્વારા સરગમ ચિલ્ડ્રન કલબના ઉપક્રમે બાળ સભ્યો માટે નવરાત્રીને અનુલક્ષી ટ્રેડિશ્નલ ડ્રેસ સ્પર્ધા યોજાઈ હતી જેમાં બાળકોએ એકથી એક ચડીયાતા પરંપરાગત વેશભૂષામાં સજજ થઈને ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ૧૨૫ જેટલા બાળકોએ ભાગ લીધો હતો અને તેમાંથી ૨૫ વિજેતા ગર્લ્સ બોયઝને ઈનામો અપાયા હતા.હેમુ ગઢવી નાટયગૃહ ખાતે યોજાયેલી આ ફેશન શો સ્પર્ધા ચાર ગ્રુપમાં યોજાઈ હતી.વિજેતા બાળકોએ કોમલ હેન્ડીક્રાફટવાળા શિલ્પાબેન પુજારા તરફથી દાંડીયાની જોડી આપવામાં આવી હતી. આ ઉપરાંત સરગમ કલબ તરફથી પણ ઈનામો આપવામાં આવ્યા હતા. અને ભાગ લેનાર તમામ બાળકોને આકર્ષક સર્ટીફીકેટ પણ અપાયા હતા.
ફેશન શો સ્પર્ધામાં નિર્ણાયક તરીકે જયશ્રીબેન રાવલ, ડો.માલાબેન કુંડલીયા, રેશ્માબેન સોલંકી, શિલ્પાબેન પુજારાસહિતનો સેવા આપી હતી. કાર્યક્રમનું સંચાલન ગુણવંતભાઈ ડેલાવાળાએ જયારે આભારવિધિ અલ્કાબેન કામદારે કરી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ શિવલાલભાઈ રામાણી, સરગમ લેડીઝ કલબના અલ્કાબેન કામદાર, ચેતનાબેન સવજાણી, ભાવનાબેન મહેતા, ગીતાબેન હીરાણી જયશ્રીબેન વ્યાસ, અલ્કાબેન ધામેલીયા, વૈશાલીબેન શાહ, સુધાબેન દોશી, આશાબેન ભુછડા, જયોતીબેન પીઠડીયા,રંજનબેન વોરા વગેરેએ જહેમત ઉઠાવી હતી.