માતાજીની આરાધનાના પર્વ એવા નવરાત્રીનાં પ્રથમ નોરતે ભાવિકો દ્વારા ભાવભેર ઘટસ્થાપન
દરરોજ રાત્રે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઝુમશે
નવલા નોરતાનો આજથી આરંભ થયો છે. આજે પ્રથમ નોરતે ભાવિકો દ્વારા પોતાના ઘરે ભાવભેર ગરબાનું ઘટસ્થાપન કરવામાં આવશે. સાથે આજથી નવ દિવસ દરરોજ રાત્રે ખેલૈયાઓ મન મૂકીને ઝુમશે.
માતાજીની આરાધનાના પર્વ એવા નવરાત્રી મહોત્સવનો આજથી શુભારંભ થયો છે. હિન્દુ ધર્મમાં અનેરૂ મહત્વ ધરાવતા નવરાત્રી પર્વના પ્રથમ નોરતે દરેક ભાવિકો દ્વારા પોતાના ઘરોમાં ગરબાનું ભાવભેર ઘટસ્થાપન કરવામાં આવશે. નવેય નોરતા દરમિયાન આ ગરબા સામે માતાજીની આરતી તેમજ ગરબા ગાઇને માતાજીની આરાધના કરવામાં આવશે. નવરાત્રીના પર્વ દરમિયાન નવેય દિવસ ઠેકઠેકાણે જાણે રાત્રે સુરજ ઉગ્યો હોય તેવો માહોલ સર્જાશે. ઠેક-ઠેકાણે નવરાત્રી મહોત્સવ નીમીતે રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજથી નવ દિવસ રાત્રે ખેલૈયાઓ મન મુકીને ઝુમી ઉઠશે. આ ઉપરાંત પારંપરીક ગરબીના પણ અનેક આયોજનો થયા છે. જેમાં બાળાઓ ગરબે રમીને માતાજીની આરાધના કરશે. માતાજીની ભકિત અને આરાધનાના પર્વ ગણાતા નવરાત્રીના તહેવારને લઇને લોકોમાં અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે. ઉપરાંત દરેક શહેરોમાં અનોખો માહોલ પણ સર્જાયો છે.
કાલે ત્રીજા નોરતે માતાજીના ચંદ્રઘંટા સ્વરુપનું પૂજન
શાસ્ત્રી રાજદીપ જોષીએ જણાવ્યું કે માતાજીનું ત્રીજા નોરતે ચંદ્રઘંટા સ્વરુપનું પુજન કરવામાં આવે છે. મૉઁ નવદુર્ગાની ત્રીજી શકિતનું નામ ચંદ્ર ઘંટા છે. માતાજીની ઉ૫ાસના પરમ શકિત દાયક અને કલ્યાણકારી છે માતાજીનો રંગ સુવર્ણ સમાન છે. અને દશહાથ છે તેમાં ખડગ ગદા, તલવાર, ત્રિશુલ, તીર, કમંન્ડલ, શુશોભિત છે માતાજીનું વાહન સિંહનું છે.
માતાજીની ઉ૫ાસનાથી અલૌકિક વસ્તુના દર્શન થાય છે. અને દિવ્ય સુગંધ તથા ઘ્વનીનો અનુભવ થાય છે.
માતાજીની ઉ૫ાસનાથી બધા જ પાપ નસ્ટ થઇ જાય છે અને જીવનની બધી જ બાધાઓ દુર થાય છે.
માતાજીની ઉ૫ાસના સાવધાન થઇ તે કરવી અને સાથે નિર્ભય થઇને કરવી જરુરી છે.
અને માતાજીના આ સ્વરૂપની ઉપાસનાથી પ્રેતપિંડા પણ દુર થાય છે. સાધનામાં પ્રવિત્રતાઓ આગ્રહ રાખવો જરૂરી છે.
ઉપાસના માટેનો બીજમાં ૐ ઐ શ્રીં શકત્યૈ નમ: માતાજીને નૈવૈદ્યમાં પંચામૃત અર્પણ કરવાથી બધા જ દુ:ખો દુર થાય છે.