તાજેતરમાં શાળા નં.૬૯ ખાતે શહેર કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો હતો. જેમાં વિવિધ પ વિભાગમાં ર૦૦ થી વધારે પ્રોજેકટ રજુઆત પામ્યા હતા આ પૈકી વિભાગ-૪ માં કે.જી. ધોળકીયા સ્કુલનો પ્રોજેકટ રાજય કક્ષાના વિજ્ઞાન મેળા માટે પસંદગી પામતા બાળ વૈજ્ઞાનિકો પરસાણિયા રાજ અને રામોલીયા યુગ તથા તેમના માર્ગદર્શન શિક્ષક આકાશભાઇ ચૌહાણ પણ અભિનંદન વર્ષા થઇ રહી છે.
આ પ્રોજેકટમાં જૈવિક રીતે વિઘટન પામી શકે તેવું પ્લાસ્ટિક બનાવ્યું છે. જેમાં મકાઇનો સ્ટાર્ચ, વિનેગાર, ગ્લીસરીન જેવા પદાર્થોનો ઉપયોગ કર્યો છે. આ પ્લાસ્કિ સામાન્ય પ્લાસ્ટિક જેવું જ ફલેકિસબલ, મજબુત અને પાતળુ છે.