નોન બેન્કીંગ ફાઇનાન્સ કંપનીઓની રૂપીયા ૪૫ હજાર કરોડની મિલકતો ખરીદી લેશે એસબીઆઇ
અર્થતંત્રમાં પિયાની તરલતા લાવવા સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા પણ મેદાનમાં ઉતરી છે. ડોલર સામે રૂપીયાની નરમાઇ અને ફ્રુડના ભાવમાં સતત વધારાના પગલે અર્થતંત્ર ઉપર દબાણ વધી રહ્યું છે. જેથી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા નોન બેન્કીંગ ફાયનાન્સ કં૫નીઓની રૂ ૪૫ હજાર કરોડની સારી ગુણવતાની મિકલતો ખરીદી લેશે. અને રૂપીયાની તરલતામાં વધારો કરશે. અગાઉ સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાએ રૂ ૧૫ હજાર કરોડની મીલકતો ખરીદવાની જાહેરાત કરી હતી. જો કે હવે વધારે રૂ ૩૦ હજાર કરોડની મિલકતોની ખરીદી કરવાની વિચારણા ચાલી રહી છે.
આ મામલે એસબીઆઇના મેનેજીંગ ડિરેકટર પી.કે. ગુપ્તાએ કહ્યું હતું કે નોન બેન્કીગ ફાયનાન્સ કંપનીઓની મિલકતો સસ્તા ભાવે મળી રહી છે. જેથી બેન્ક પાસે લોન પોર્ટફોલીયો વધારવાની ઘણી તકો સાંપડી છે. લોન પોર્ટફોલીયો સારો હોય તો એસબીઆઇ અને એનબીએફસીને ફાયદો થશે.
ચાલુ વર્ષે એસબીઆએ રૂ ૧૫ હજાર કરોડનો પોર્ટફોલીયો ખરીદવાનો નિર્ણય લીધો હતો. જો કે હવે આર્થિક વ્યવસ્થામાં વધારો થવાના કારણે વધુ રૂ ૩૦ હજાર કરોડની મિલકતોની સંપની ખરીદવાની તક મળી રહેશે.
વૈશ્વીક પરિબળોના કારણે ભારતીય અર્થતંત્ર ઉપર દબાણ વધી રહ્યું છે. રૂપીયો વર્તમાન સમયમાં ડોલર સામે નબળો રહેતા વિદેશી હુંડીયામણ ઉપર સિધી અસર થઇ છે. માકેટને ફરી તેજીમાં લાવવા માટે બજારમાં રૂપીયાની તરલતાની તાતી જરૂર છે.
જયાં જયાં ફસાયેલા રોકાયેલા રૂપીયા બજારમાં લાવવાની મથામણ કેન્દ્ર સરકાર તેમજ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયા કરી રહી છે. જો કે હવે સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાએ પણ રૂ ૪૫ હજાર કરોડની ખરીદીનો નિર્ણય લેતા અર્થતંત્રને ઘણા અંશે રાહત થશે તેવી અપેક્ષા છે.