આગની ઘટના અટકાવવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે બહાર પાડયું જાહેરનામું
દિવાળી અને દેવદિવાળી જેવા અન્ય તહેવારો વખતે ચાઇનીઝ તુકકલ, ચાઇનીઝ લેન્ટર્ન ખુબ જ વધારે પ્રમાણમાં ઉડાવવામાં આવે છે. તુકકલમાં હલકી કવોલીટીના સગળી જાય તેવા વેકસ પદાર્થોને કારણે પર્યાવરણને પણ નુકશાન થાય છે તેમજ સળગતી તુકકલ ગમે ત્યાં પડવાના કારણે જાન માલ અને સંપતિને પણ જ નુકશાન થાય છે. તેમજ શહેરની મઘ્યમાં એરપોર્ટ (એરોડ્રામ) આવેલ હોય આથી આવી બાબત નિવારવા આથી પ્રજાના જાનમાલ તથા સંપતિને નુકશાન ન થાય અને શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી હેતુસૃર નિયંત્રણો મુકવા આવશ્યક જણાય છે.
રાજકોટ શહેર પોલીસ કમિશ્નરે વિસ્તારમાં આગામી દિવાળી તેમજ દેવદીવાળી પર્વને અનુલક્ષીને તા. ૨૦-૧૦ ના કલાક ૦૦-૦૦ થી તા. ર૧-૧૧-૧૮ ના કલાક ર૪ સુધી ચાઇનીઝ તુકકલ કે ચાઇનીઝ લેન્ટર્નના ઉત્૫ાદન વેચતાણ કે ઉડાડવા ઉ૫ર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. એટલે કે રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં કોઇપણ વ્યકિત ચાઇનીઝ તુકકલ કે ચાઇનીઝ લેન્ટર્નનું ઉત્પાદન, વેચાણ કરી શકશે નહી અને આમ પ્રજાજનો આ ચાઇનીઝ તુકકલ કે ચાઇનીઝ લેન્ટર્સ ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવતું પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે જાહેરનામું પ્રસિઘ્ધ કર્યુ છે.