છેલ્લા ૯ વર્ષથી સફળતમ આયોજન કરનાર અતુલ જોષી અને રાજુ વાડોલીયાની આ વર્ષે પણ ઘુમ વેલકમ ગરબાનું ધમાકેદાર આયોજન: આજકાલ ના સથવારે અને મુંબઇના સુપ્રસિઘ્ધ ગાયકો ગોરલ દવે અને કપિલકુમારના સંગાથે ખેલૈયાઓ ઝુમી ઉઠશે
નવરાત્રીને આડે હવે ગણતરીના દિવસો બાકીછે શહેરમાં નવરાત્રી માટે કાઉન ડાઉન શરુ થઇ ગયું છે. ખેલૈયાઓની પ્રેકટીસ પણ પુરી થઇ ગઇ છે અને હવે ગરબે ધુમવા થનગની રહ્યા છે. ત્યારે નવરાત્રીને વેલકમ કરવા ધુમ ગરબામાં ખેલૈયાઓ ધુમ મચાવશે. આવતીકાલે વિરાણી હાઇસ્કુલમાં ધુમ રાસોત્સવમાં ખેલૈયાઓ ગરબે ધુમી ધુમ મચાવશે.
છેલ્લા નવ વર્ષથી સફળતમ આયોજન કરનાર ધુમ ગરબાના આયોજકો અતુલભાઇ જોષી અને રાજુ વાડોલીયા દ્વારા આ વર્ષે પણ ખેલૈયાઓની પહેલી પસંદ ધુમ વેલકમ નવરાત્રીનું ભવ્ય આયોજન કરાયું છે.
આજે સાંજે ૬.૩૦ થી ૧૦ સુધી વિરાણી ગ્રાઉન્ડમાં આજકાલ નવરાત્રીના સથવારે ધી રીધમ ઓફ ઇન્ડીયા રાસોત્સવ યોજાશે. જેમાં મુંબઇના સુપ્રસિઘ્ધ સિંગરો ખેલૈયાઓને મન મુકીને ઝુમાવેશ.
આવી ગરબાની રઢીયાળી રાત ખેલૈયાઓ મન મુકીને રાસની રમઝટ બોલાવશે. જેમાં આ વખતે સુપ્રસિઘ્ધ ગાયક ગોરલ દવે અને કપિલકુમારની ગાયકી પણ ખેલૈયાઓ થિરકશે. માત્ર પ વર્ષની ઉંમરે કલાસીકલ ગીત પર જમાવટ કરનાર રાહુલ પુરેચા વિદેશની ભૂમિ પર જનમ્યા હોવા છતાં ગુજરાતી ગીતોમાં પકડ ધરાવે છે. બોલીવુડના પ્લેબેક સિંગર આતિફ અસલમ અને કૈલાસ ખેર સાથે અમેરિકાના પરફોમન્સ આપ્યું છે. રાહુલના ગીતો સાંભળવા શ્રોતાઓ ઉમટે છે.
જયારે નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓમાંથી વાહ વાહ મેળવી ચુકેલ ગોરલ દવે ખેલૈયાઓને ધુમ વેલકમમાં જમાવશે અને નવરાત્રીના નવ દિવસ માટે ઉત્સાહ વધારશે. મુળ અમદાવાદના અને મુંબઇ સ્થાઇ થયેલા ગોરલ દવેનો કંઠ જ તેમની ઓળખ છે. તેમના કંઠે ગવાયેલ લોકગીતો પર ખેલૈયાઓ થીરકે છે. આ ઉ૫રાંત ધુમ ગરબામાં પ્લેબેક સિંગર અને લાઇવ પરફોર્મર કપીલકુમાર ખેલૈયાઓમાં જાદુ ફેલાવશે.
વિદેશોમાં અનેક લાઇવ શો આપનાર કપિલકુમારે નવરાત્રીમાં ઘુમ મચાવી હતી. આવા ગાયકોને તેમના સાંજીદા સાથે નવરાત્રીનું વેલકમ કરવા ખેલૈયાઓમાં ઉત્સાહ છવાયો છે. વેલકમ નવરાતી માટે ધુમ આયોજકો અતુલભાઇ જોષી (જનરલ મેનેજર-આજકોલ) અને રાજુભાઇ વાડોલીયા (ફોટોગ્રાફટ-આજકાલ) તથા ઇવેન્ટ કોડીનેટર યશ જોષી (ક્રિએટીવ હેડ) અબતક ફોટોગ્રાફર કરણ વાડોલીયા સક્રીય છે.