અનુ.જાતિના વિસ્તારોનાં વિકાસ માટે સામાજીક ન્યાય સમિતિનાં ચેરમેન બાલુભાઈ વિંઝૂડાની ઝડપી કામગીરી
રાજકોટ જીલ્લા પંચાયતની સામાજીક ન્યાય સમિતિનાં ચેરમેન બાલુભાઈ વિંઝુડાનાં પ્રયત્નોથી સામાજીક ન્યાય નિધિની વાર્ષિક ગ્રાન્ટ રૂ.૫૬ લાખથી વધારીને રૂ.૧.૨૦ કરોડ થવા પામી છે. આ સાથે આંબેડકર આવાસ યોજનાની રકમ પણ રૂ. ૭૦ હજારથી વધારીને રૂ.૧.૨૦ લાખ કરવામાં આવી છે.
જિલ્લા સામાજીક ન્યાય સમિતિના ચેરમેન બાલુભાઈ વિંઝુડાની ઝડપી કામગીરીથી અનુ.જાતીના વિસ્તારોમાં અનેક વિકાસકામો આગળ ધપી રહ્યા છે. ત્યારે બાલુભાઈ વિંઝુડાનાં પ્રયત્નો તેમજ સાથી સભ્ય સોનલબેન સવજીભાઈ પરમાર અને અન્ય સભ્યોના સહકારથી સામાજીક ન્યાય નિધીની વાર્ષિક ગ્રાન્ટ રૂ.૫૬ લાખથી વધારીને રૂ.૧.૨૦ લાખ કરોડ કરવામાં આવી છે.
આ ઉપરાંત આંબેડકર આવાસ યોજનાની રકમ પણ રૂ. ૭૦ હજારથી વધારીને રૂ.૧.૨૦ લાખ કરવામા આવી છે. સાથે અન્ય સહાયો જેમકે મરણોતર સહાય યોજના, કુંવરબાઈના મામેરાની સહાય રકમ તેજ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા માટે સામાજીક ન્યાય સમિતિનાં ચેરમેન બાલુભાઈ વિંઝુડા દ્વારા ગુજરાત રાજય સમાજ કલ્યાણ મંત્રી ઈશ્વરભાઈ પરમારને લેખીત રજૂઆત કરવામાં આવી છે.